મોરબી તાલુકાના ભરતનગર નજીક નર્મદા વિભાગ દ્વારા નાખવામાં આવેલ પાણીની લાઈનના ટેસ્ટિંગમાં તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે.
ભરતનગર નજીક બ્રાહ્મણી ડેમથી પાણીની પાઇપલાઇન નાખવામાં આવી રહી છે. જેના ટેસ્ટિંગ માટે તંત્ર દ્વારા કાણું કરવામાં આવ્યું હતું જેના ટેસ્ટિંગ બાદ તંત્રના અધિકારીઓ કર્મચારીઓ આ કાણાનું રીપેરીંગ કરવાની ભૂલી ગયા હતા અને કાણું બંધ કર્યા વગર જ આદેધડ પાણી છોડી દેવામાં આવતા કાણામાંથી પાણીના ફુવારા છૂટયા હતા અને પાણીના ધસમસતા પ્રવાહને પગલે નજીકના ખેતરો જળમગ્ન થયા હતા. ટેસ્ટિંગમાં સમયસર પાણી બંધ ન કરાતા ખેતરોમાં પાણીની નદીઓ વહી હતી. પાણીના ફુવારા થયા બાદ નજીકના ખેતરમાં પાણી ભરતા શિયાળુ પાકનો પણ સોથ વળી ગયો હતો આથી તંત્રની બેદરકાર નીતિ સામેં સ્થાનીક ખેડૂતોમાં ભરોભાર આક્રોશ જોવા મળ્યો હતો.