Sunday, September 8, 2024
HomeGujaratમોરબી શહેર સમસ્ત બ્રહ્મસમાજની બીજી બોડીના હોદેદારો દ્વારા કારોબારી ની ટીમની...

મોરબી શહેર સમસ્ત બ્રહ્મસમાજની બીજી બોડીના હોદેદારો દ્વારા કારોબારી ની ટીમની રચના

મોરબી શહેર સમસ્ત બ્રહ્મસમાજની બીજી બોડીનુ સર્જન કરવામાં આવ્યું છે.જેમાં પ્રમુખ તરીકે પ્રશાંતભાઈ મહેતા,મહામંત્રી કેયુરભાઈ પંડ્યા અને અમુલભાઈ જોષી તથા ઉપપ્રમુખ કિશોરભાઈ પંડ્યા,પલભાઈ રાવલ,દિનેશભાઈ પંડ્યા અને અમિતભાઈ પંડ્યા દ્વારા કારોબારી ટીમ ની રચના કરવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

જેમાં ઉપપ્રમુખ તરીકે સુરેશભાઈ ત્રિવેદી , ધર્મેન્દ્ર ભાઈ શુક્લ,ખજાનચી તરીકે મનોજભાઈ દવે,મંત્રી તરીકે અંકિત જોષી ,યાજ્ઞિકભાઈ ગામોટ,સચિનભાઈ વ્યાસ,હિરેનભાઈ જાની,ધવનીતભાઈ દવે તેમજ સંગઠન મંત્રી તરીકે હિતેશભાઈ રાજગોર,સોશિયલ મીડીયા સંયોજક તરીકે આર્યન ત્રિવેદી,વિશ્વાસ જોષી અને ઉર્વીશ જોષી નુ સર્વાનુમતે નિમણુક થયાની જાહેરાત કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે મોરબી બ્રહ્મ સમાજમાં આંતરિક જૂથવાદ ના લીધે બે જુદા જુદા ગ્રુપો દ્વારા એક જ સંસ્થાના બે હોદેદારો ની નિમણૂક કરવામાં આવી છે ત્યારે મોરબીમાં બ્રહ્મસસમજના બંને સંસ્થા ના હોદેદારો પોતાની સેવા આપશે અને સમાજને પણ આ સેવાનો લાભ મળશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી ત્યારે નવનિયુક્ત બન્ને સંસ્થા ના બધા હોદેદારોની વરણી થતા પોત પોતાના મિત્રવર્તુળ માંથી શુભેચ્છાઓ નો ધોધ વરસી રહ્યો છે અને સમાજ માટે કામ કરે તેવી મોરબી પરશુરામ યુવા ગ્રુપ અને અન્ય સંસ્થાઓ દ્વારા બંને ગ્રુપના આગેવાનોને આશિર્વાદ આપ્યા છે.

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!