૨૬ જાન્યુઆરીના રોજ પ્રજાસત્તાક પર્વ નિમિત્તે વિવિધ ક્ષેત્રમાં અનન્ય યોગદાન આપનાર વ્યક્તિઓને ભારત સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડ એનાયત કરવામાં આવતો હોય છે ત્યારે મોરબી જિલ્લાના ટંકારાના દયાલમુનિ તરીકે જાણીતા દયાળજીભાઈ માવજીભાઈ પરમારને મેડિસિન ક્ષેત્રમાં અપ્રતિમ યોગદાન બદલ પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. જેઓની આજ રોજ શુભેચ્છા મુલાકાતે પુર્વ ધારાસભ્ય બ્રિજેશ મેરજા ટંકારા આવ્યા હતા.
ટંકારાનું ગૌરવ અને ચાર વેદોનું ગુજરાતીમાં ભાષાંતર કરનાર ડો. પ્રો. દયાલજી પરમાર (દયાલ મુની)ને કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલા પદ્મશ્રી એવોર્ડ બાદ આજ રોજ મોરબીના માજી ધારાસભ્ય અને પુર્વ પંચાયત મંત્રી બ્રિજેશભાઈ મેરજા રાજીપો વ્યક્ત કરી મહાવિભુતીના આશીર્વાદ લેવા એમના નિવાસ સ્થાને પધાર્યા હતા. આ તકે ખુબ આધ્યાત્મિક અને સામાજિક વિચારોની આપલે કરી મેરજા દ્વારા વર્તમાન સમયમાં સરકારની સહયોગી નિતી થકી સમાજમાં ઉન્નતી અને આગળ આવવાની ભાવના સાથે પુસ્તકો માનવીને પસ્તી બનતા રોકી કેવુ અદભુત કાર્ય કરી શકે એની ચર્ચા કરી હતી સાથે દયાલજી આર્યની સાથે લાંબો સંવાદ કર્યો હતો. અને માનવ જીવનમાં એમના યોગદાન બદલ નતમસ્તક પ્રણામ કર્યા હતા.