વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશે વિકાસની હરણફાળ ભરી છે અને દેશ વિકાસની દિશામાં ઉત્તરોત્તર પ્રગતિ કરી રહ્યો છે. PM મોદીના સફળ નેતૃત્વમાં દેશના દરેક રાજ્યોને વિકાસની સમાન તકો મળે તે માટેની ચિક્કાર કામગીરી થઈ છે. આ નવ વર્ષ દરમિયાન પીએમ મોદીએ દેશને વિકાસકામોની અનેક ભેટ આપી છે. ત્યારે વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીના 9 વર્ષ પૂર્ણ થતા ભાજપ દ્વારા ઠેર-ઠેર વિવિધ કાર્યક્ર્મોનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજા પ્રબુદ્ધ નાગરિક સંમેલન અંતર્ગત ભાવનગર અને પોરબંદરના પ્રવાસે ગયા છે. જ્યાં તેઓને ભાજપ સરકાર દ્વારા બૌધ્ધિક સંમેલન અને વેપારી મહામંડળ સભામાં વક્તા તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.
મોરબી જિલ્લા ભાજપના જણાવ્યા અનુસાર, પ્રધાનમંત્રીના ૯ વર્ષ સેવા, સુશાશન અને ગરીબ કલ્યાણ અંતર્ગત બૌધ્ધિક સંમેલનો અને વ્યાપારી સંગઠનોના કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ તરફથી મોરબીના પૂર્વ ધારાસભ્ય અને રાજ્યના પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાને ભાવનગર, લીંબડી, પોરબંદર, ગોંડલ અને માધપુરા (ઘેડ) ખાતે યોજાયેલ બૌધ્ધિક સંમેલન અને વેપારી મહામંડળ સભામાં વક્તા તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. તે અંતર્ગત બ્રિજેશ મેરજા ભાવનગર પંહોચી ગયા છે. આ અઠવાડીયા દરમિયાન તેઓ સતત જુદા જુદા સ્થળે ભાજપના આ કાર્યક્રમોમાં વક્તા તરીકે ઉપસ્થિત રહી ભાજપના મહેનતુ, અભ્યાસુ અને જીવંત લોક સંપર્ક ધરાવતા વક્તા તરીકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વડપણ હેઠળની કેન્દ્ર સરકારના નવ વર્ષના કાર્યોની સિધ્ધિઓ લોકો સુધી પંહોચાડવા સતત પ્રવાસ કરી રહ્યા છે. આમ, બૌધ્ધિકો અને વેપારીઓ દ્વારા જન માનસમાં કેન્દ્રની ભાજપ સરકારની વિવિધ ક્ષેત્રે ૯ વર્ષની કામગીરી અને આ ૯ વર્ષ દરમિયાન કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા ગુજરાતને સાંપડેલ લાભોથી લોકોને સુમાહિતગાર કરવામાં આ સંમેલનો ઉપકારક નીવડશે. તેમ મોરબી જિલ્લા ભાજપ દ્વારા જણાવવામાં આવ્યું હતું.