ગુજરાત સરકારના નાણા મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા બજેટ ૨૦૨૪ રજૂ કરવામાં આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા દરેક ક્ષેત્રને આવરી બજેટ રજૂ કરાયું છે તેમ કહી પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજા રાજ્ય સરકારના બજેટને આવકાર્યું છે. તેમજ બજેટ યુવાનો, મહિલાઓ, ખેડૂતો અને ગરીબોના સાર્વત્રિક વિકાસનો સ્ત્રોત બની રહેશે તેમ પણ જણાવ્યું હતું.
નાણાં મંત્રીએ બજેટમાં નમો સરસ્વતી અને નમો લક્ષ્મી યોજના બાળકો, કિશોરીઓ અને મહિલાઓ તેમજ શિક્ષણ ક્ષેત્રે અમૂલ પરિવર્તન લાવશે તેમજ સ્માર્ટ આંગણવાડીઓ માટે ૧૮૦૦ કરોડની જોગવાઈને પણ પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાએ આવકારી હતી. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે બજેટનું કદ ૩,૩૨,૪૬૫ કરોડનું છે. જે ગુજરાત સરકારના ઇતિહાસમાં સૌથી મોટું કદ ધરાવતું બજેટ છે. જે બજેટ સાચા અર્થમાં સુશાસનને રામરાજ્યમાં ચરિતાર્થ કરવામાં ઉપકારક બની રહેશે. પરિવહન ક્ષેત્રે ૨૫૦૦ જેટલી નવી બસ સુવિધા, મોરબી સહિત અન્ય આઠ મહાનગરપાલિકા કેન્સરની સારવાર માટે ૬૦૦ કરોડનો નવો પ્રોજેક્ટ, સ્કિલ બંધ યુવાનો તૈયાર કરી ૧૮ થી ૬૦ % ની રોજગારીનો ધ્યેય, માર્ગ મકાન ક્ષેત્રે ૨૦,૬૪૨ કરોડની જોગવાઈ, માર્ગ સુવિધા થકી ખૂબ સુવિધાજનક માર્ગ ઉપલબ્ધ બનાવી શકાશે. તેમજ અંતમાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાએ જણાવ્યું હતું કે મોરબીને મહાનગર પાલિકાનો દરજ્જોએ મોરબીના લોકોની વર્ષો જૂની લાગણીનો પડઘો પડયો છે. અને આ માંગણી સ્વીકારીને ગુજરાત સરકારે મોરબીના વિકાસના નવા દ્વાર ખોલી આપ્યા છે. મોરબીને મહાનગર પાલિકાનો દરજ્જો મળે તે માટે સૌના સામૂહિક પ્રયાસોથી સાર્થક થયું છે…