મોરબીના પૂર્વ ધારાસભ્ય અને લોકનેતા તરીકે જાણીતા કાંતિલાલ અમૃતિયાનો આજે જન્મદિવસ છે ત્યારે આજે તેમના જન્મદિવસના દિવસે જ તેમનું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક થયુ હોવાનું સામે આવ્યું છે.
પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતીયાના જન્મદિવસની આગલી રાત્રે તેમનું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક થયુ હતું જેની તેઓને જાણ થતાં કાંતિલાલે સોશિયલ મીડિયાના માધ્યમ થકી એક વિડિઓ વાયરલ કરી લોકોને માહિતી આપી હતી અને પોતાના આઈડી માથી કોઈને પણ મેસેજ મળે તરત પોતાને જાણ કરવા જણાવ્યું હતું.