Monday, January 27, 2025
HomeGujaratમોરબીમાં RTE હેઠળ ૧૧ એપ્રિલ સુઘી ફોર્મ ભરી શકાશે

મોરબીમાં RTE હેઠળ ૧૧ એપ્રિલ સુઘી ફોર્મ ભરી શકાશે

RTE એકટ-૨૦૦૯ અન્વયે શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨ માં નબળા અને વંચિત જૂથના બાળકોને વિનામૂલ્યે ધોરણ-૧ માં પ્રવેશ માટે બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ૨૫ % મુજબ વિનામૂલ્યે ધોરણ-૧ માં પ્રવેશ આપવાની પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

મોરબી જિલ્લાની તમામ ખાનગી પ્રાથમિક શાળાઓમાં ધોરણ-૧ માં વિનામૂલ્યે પ્રવેશ મેળવવા માટે તા.૧૧/૦૪/ર૦૨૨ સુઘીમાં https://rte.orpgujarat.com વેબસાઈટ પર ઓનલાઈન અરજી કરી શકાશે. ઓનલાઇન કરેલ અરજી સાથે જરૂરી આધારો ઓનલાઇન અપલોડ કરવાના રહેશે. તેમજ જરૂરી આધાર પુરાવાઓની વિગત વેબસાઈટ ઓનલાઈન પર જોઈ શકાશે. જન્મ-તારીખનો દાખલો, રહેઠાણનો પુરાવો, જાતિ/કેટેગરીમાં દાખલો, તેમજ આવકનો દાખલો (લાગુ પડતો હોય ત્યાં) વગેરે ઓનલાઈન અપલોડ કરવાનો રહેશે.

પ્રવેશ પાત્રતા માટે વાલીની વાર્ષિક આવક શહેરી વિસ્તારમાં રૂ.૧,૫૦,૦૦૦/-તથા ગ્રામ્ય વિસ્તારમાં રૂ. ૧,૨૦,૦૦૦/-ની મર્યાદા જાહેર કરેલ છે. પ્રવેશ માટે કેટેગરીની અગ્રતા, આવકની અગ્રતા, વાલીઓએ પસંદ કરેલ શાળાની અગ્રતા વગેરે ધ્યાને લઈ પ્રવેશ આપવામાં આવશે. વધુ વિગતો જેવી કે અરજી સાથે કયા કયા આધાર-પુરાવા, કયા અધિકારીઓના રજૂ કરવાના છે તે સહિતની તમામ વિગતો https://rte.orpgujarat.com વેબસાઈટ પર મૂકવામાં આવેલ છે તેમ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બી.એમ. સોલંકીની યાદીમાં જણાવાયું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!