મોરબી જીલ્લા પોલીસવડા અને ડીવાયએસપી રાધિકા ભારાઈના માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લામાં ચોરી અને ઘરફોડ ચોરીના ગુન્હાના ભેદ ઉકેલવા બી ડીવીઝન પીઆઈ એલ વી પટેલ, પીએસઆઈ એ એ જાડેજાની ટીમ પેટ્રોલીગમાં હોય દરમિયાન મહેન્દ્રનગર ચાર રસ્તા નજીકથી વાહન ચોરી અને ઘરફોડ ચોરી કરનાર ચાર ઇસમોને બાતમીને આધારે દબોચી લીધા હતા બી ડીવીઝન પોલીસ ટીમે આરોપી ગોવિંદ ઉર્ફે રાજુ ઉર્ફે ગોયો દેવશી પરમાર રહે પીપળી મૂળ અમરેલી, અજય ઉર્ફે કટીયો નાથાભાઈ વાઘેલા રહે લજાઈ મૂળ અમરેલી, અશોક રામસિંગ વાઘેલા રહે પીપળી મૂળ ભાવનગર અને રવી ઉર્ફે સીબુ પ્રવીણ ઉર્ફે મામટ જીલીયા રહે ત્રાજપર ચોકડી પાછળ મૂળ ચોટીલા એમ ચાર ઇસમોને દબોચી લીધા હતા
આ ઝડપાયેલા આરોપીઓ પાસેથી મોરબી પંથકમાં ચોરી થયેલ અર્ટિગા કાર જીજે ૦૩ એચકે ૩૮૭૭, સીએનજી રીક્ષા જીજે ૦૧ ડીયુ ૭૬૬૭ અને બાઈક જીજે ૦૩ ડીઈ ૭૦૧૨ એમ ચોરી થયેલ ત્રણ વાહનો રીકવર કરવામાં આવ્યા છે તો આરોપીઓએ અન્ય કેટલી વાહન ચોરી અને ઘરફોડ ચોરીને અંજામ આપ્યો છે તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે
જે કામગીરીમાં બી ડીવીઝન પીઆઈ વી એલ પટેલ, પીએસઆઈ એ એ જાડેજા, બી આર ખટાણા, ડી એચ બાવળીયા, જે એમ જાડેજા, વનરાજભાઈ ચાવડા, પ્રદીપસિંહ ઝાલા, ધર્મેન્દ્રભાઈ રાંકજા, ભગીરથભાઈ લોખીલ, ભરતભાઈ ખાંભરા, દેવસીભાઈ મોરી, કેતનભાઈ અજાણા, કલ્પેશભાઈ ગાભવા, રમેશભાઈ મુંધવા સહિતની ટીમ જોડાયેલ હતી.