મોરબી શહેર જિલ્લા સહિત ચાર સ્થળોએથી દારૂનો નશો કરેલી હાલતમાં નીકળેલ ચાર બંધાણીઓને પોલીસે ઝડપી લીધા હતા અને તમામ પ્યાસીઓ વિરુદ્ધ કાયદાનો દંડો ઉગામી કાર્યવાહી કરવામાં આવી છે.
મોરબીના ભક્તિનગર સર્કલ નજીક આવેલ પાપાજી ફનવર્ડ પાસેથી બાઈક રજી.નં.જીજે-૨૩-ડીઈ-૨૦૪૩ લઈ નીકળેલ મુકેશભાઈ ચંદુભાઈ મેકવાન (ઉ.વ.૪૨ ધંધો પ્રા.શીક્ષક રહે. હાલ રાજનગર, પ્રમુખ સ્વામી સોસાયટી,પંચાસર રોડ મોરબી)ને અટકાવી પોલીસે તપાસ કરતા આરોપીએ ચીકાર દારૂ નો નાશો કર્યો હોવાનું માલુમ પડતા પોલીસે દબોચી લઈ એમ.વી.એકટ કલમ-૧૮૫,૩,૧૮૧ મુજબ કાર્યવાહી આદરી છે.
અન્ય એક કિસ્સામાં ભક્તિનગર સર્કલ નજીકના પાપાજી ફનવર્ડ પાસેથી જ દારૂ ઢીંચી નીકળેલ અને બેફામ વાણી વિલાસ કરતા દેવપરી અરવીંદપરી ગૌસ્વામી (ઉ.વ.૩૫ ધંધો મજુરી રહે.આનંદનગર કાકા કાઠીયાવાડની પાછળ,મોરબી) ને મોરબી સીટી એ ડિવીઝન પોલીસે ઝડપી લઈ આરોપી વિરુદ્ધ પ્રોહી. કલમ ૬૬(૧)બી,૮૫-૧ મુજબ ધારા મુજબ કાર્યવાહી હાથ ધરી છે.
ટંકારા તાલુકાના હિરાપર ગામેથી પોલીસે દારૂ પીધેલી હાલતમાંવિભાભાઈ વિરાભાઈ લામકા (ઉ.વ.૪૦ હિરાપર ગામ તા. ટંકારા જી. મોરબી) ને ઝડપી લીધો હતો પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહિ એક્ટ કલમ ૬૬(૧) બી મુજબ કર્યાવહી કરી છે.
દારૂ અંગેના અન્ય એક કેસમાં હળવદ પોલીસે હળવદ તાલુકાના રાયસંગપર ગામના પાદરમા જાહેરમાં દારૂ પી ને લથડીયા ખાતી અને બકવાસ કરતી હાલતમાં ડીંગલ કરતા વિનોદભાઈ ઉર્ફે ટીનો કાનજીભાઈ ચૌહાણ ( ઉ.વ.૪૪ ધંધો-મજુરી રહે.રાયસંગપર ગામ)ને ઝડપી લીધો હતો. પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહિ કલમ ૬૬(૧)બી,૮૫(૧) મુજબ કાયદેશરની કાર્યવાહી કરી છે.