મોરબી જીલ્લામાં અપમૃત્યુના અલગ અલગ ચાર બનાવોની પોલીસ ચોપડે નોંધ કરવામાં આવી છે. જેમાં મોરબી સીટીમાં અને ગ્રામ્યમાં અપમૃત્યુના ત્રણ બનાવ તેમજ વાંકાનેર ગ્રામ્યમાં એક અપમૃત્યના બનાવમાં કુલ ચાર વ્યક્તિના અકાળે મૃત્યુની મોરબી જીલ્લા પોલીસે નોંધ કરી આગળની તપાસની તજવીજ હાથ ધરી છે.
જેમાં પ્રથમ અપમૃત્યુના બનાવની પ્રાપ્ત વિગત મુજબ મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ સો ઓરડી નજીક વરીયાનગરમાં રહેતા ૫૨ વર્ષીય ભરતભાઇ ચંદુભાઇ સેલાણીયાએ પોતાના રહેણાંકમાં કોઈ અગમ્ય કારણોસર ગળેફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. ત્યારે મૃતક ભરતભાઈની ડેડબોડી મોરબી સરકારી હોસ્પિટલ ખાતે લાવતા ફરજ પરના ડોક્ટરે તેમને જોઈ તપાસી મૃત જાહેર કરી આગળની ખાતાકીય કાર્યવાહી સબબ મોરબી બી ડિવિઝન પોલીસ મથકમાં જાણ કરાઈ હતી. ત્યારે બી ડિવિઝન પોલીસે મૃત્યુ અંગેની અ.મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.
બીજા અપમૃત્યુના બનાવમાં મોરબી ગ્રામ્યમાં લખધીરપુર રોડ ઉપર આવેલ અલસેરા સીરામીકમાં કામ કરતા અને ત્યાં જ લેબર કોલોનીમાં રહેતા દેવેન્દ્રભાઇ પ્રિતમલાલ અહીરવાલ ઉવ.૨૪ ગઈકાલે લખધીરપુર રોડ ઉપર પસાર થતી કેનાલમાં કોઈ કારણોસર ડૂબી જતા તેની ડેડ બોડી મુકેશભાઇ પટેલ મોરબી સરકારી હોસ્પિટલ ખાતે પી.એમ માટે લઇ આવ્યા અંગે જાણ કરતા મોરબી તાલુકા પોલીસે ઇંક્વેસ્ટ પંચનામું કરી અ.મોત રજી. કરી વધુ તપાસ હાથ ધરી છે.
જયારે ત્રીજા અપમૃત્યુના બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામની નજીક મોરબી કંડલા બાયપાસ રોડ ઉપર લક્ષ્મીનગરથી બેલા જવાના રસ્તે અન્નપૂર્ણા હોટલ સામે દિનેશભાઇ નામના ખેડૂતના ખેતરમાં શ્રીનાથ સુરેશભાઇ ખોટ ઉવ.૨૬ રહે.૧૧૮, અમલઝરી, ચિકોડી બેલગાઉ, નેપાહી, કર્ણાટકવાળાનું કોઈ અગમ્ય કારણોસર મૃત્યુ થયું હોય અને મૃતકની કોહવાય ગયેલ હાલતમાં ડેડબોડી મોરબી સરકારી હોસ્પિટલે આવતા ફરજ પરના ડોક્ટરે મોરબી તાલુકા પોલીસમાં જાણ કરી આવેલ ડેડબોડીનું પી.એમ.રાજકોટ ખાતે કરાવવા રિફર કરેલ હોય જેથી મૃત્યુના બનાવ અંગે મોરબી તાલુકા મથકના હેડ કોન્સે. એમ.એલ.બારૈયાએ આગળની તપાસ શરૂ કરી અ.મોતની નોંધ કરી છે.
અપમૃત્યુના ચોથા બનાવની મળતી માહિતી અનુસાર વાંકાનેર તાલુકાના ઢૂવા-માટેલ રોડ ઉપર સુઝોરા સીરામીકના લેબર ક્વાર્ટરમાં રહેતા મૂળ એમપીના જાંબુઆના ભીમાભાઇ ચૌહાણ ઉવ.પુખ્તવાળાએ તા. ૦૬ મે ના રાત્રિના કોઇપણ સમયે ગળેફાંસો ખાઇ હાલતમાં ડેડબોડી મળી આવી હતી. ત્યારે સમગ્ર બનાવ બાબતે સુઝોરા સીરામીકના મુકેશભાઈ કનેટીયા દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ટેલિફોનિક જાણ કરતા પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ત્યારે અપમૃત્યુના બનાવમાં અ.મોતની નોંધ કરી મરણ જનારની ડેડબોડીને પીએ અર્થે ખસેડવાની કામગીરી હાથ ધરી હતી.