મોરબીમાં એક જ દિવસમાં ચાર અકાળે મોતના બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે. જેમાં વાંકાનેરમાં રહેતા યુવકનું ગળેફાંસો ખાઈ લેતા તો એક વૃદ્ધનુ અગમ્ય કારણોસર મોત નીપજ્યું છે. જયારે હાર્ટ એટેક આવતા મોરબીના પંચાસર ગામના આધેડનું અને ટંકારાના લજાઇ ગામે ક્રિકેટ રમતા યુવકનું મોત મામલે પોલીસ મથકે નોંધ કરવામાં આવી છે.
પ્રથમ બનાવમાં, વાંકાનેરનાં પંચશીલ સોસાયટી ખાતે રહેતા જય મનોજભાઇ ખોરજા નામના યુવકે ગઈકાલે અગમ્ય કારણોસર ઢુવા ચોકડી પાસે આવેલ પોતાની ઓફીસે સૈારાષ્ટ્ર ટ્રાન્સપોર્ટ ખાતે ગળેફાંસો ખાઈ લેતા તેને તાત્કાલિક વાંકાનેર સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પર હાજર ડોક્ટરે તેને તપાસી મૃત જાહેર કરી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી હતી.
બીજા બનાવમાં, વાંકાનેરના જીનપરા ખાતે રહેતા હેમતભાઇ નરશીભાઇ કાપડીયા નામના વૃદ્ધને ગઈકાલે કોઇ અગમ્ય કારણસર બેભાન થઈ ગયેલ હોય જેથી તેઓના પરિવારજનો દ્વારા તેમને વાંકાનેર સરકારી હોસ્પીટલ ખાતે સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પર હાજર ડોક્ટરે તેમને તપાસી મૃત જાહેર કર્યા હતા અને સમગ્ર મામલે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી હતી.
ત્રીજા બનાવમાં, મોરબી તાલુકાના પંચાસર ગામ ખાતે રહેતા દેવજીભાઈ કમાભાઈ ચાવડા નામના આધેડ ગઈકાલે પોતાના ઘરે હતા. ત્યારે તેઓને અચાનક છાતીમા દુખાવો ઉપડતા તેમને બેભાન હાલતમાં તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સમા મોરબી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ તેઓને પ્રાથમિક સારવાર મળે તે પહેલા જ તેમનું મોત નીપજ્યું હતું. જેથી હાજર ડોક્ટરે તેમને તપાસી મૃત જાહેર કર્યા હતા અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી હતી.
ચોથા બનાવમાં, હળવદનાં માંયાપુર ગામના અશોક કંઝારીયાનું ક્રિકેટ રમ્યા બાદ મોત નીપજ્યું હતું. મોરબીના લજાઈ ગામ પાસે ગત ૨૩/૦૩/૨૦૨૩ ના રાત્રીના અશોક કંઝારીયા ક્રિકેટ રમવા આવ્યા હતા. ગુજરાત સરકારના પંચાયત ગૃહ ગામ નિર્માણ ગ્રામ વિકાસ દ્વારા આગામી 26 થી 31 માર્ચ દરમ્યાન યોજાનાર સ્વ.બળવંત રાય મહેતાનાં સ્મરણાર્થે આ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઇ હતી. જેમાં ક્રિકેટ પ્રેક્ટિસ દરમ્યાન યુવક અશોક કંઝારિયાને અચાનક છાતીમાં દબાણ ગભરામણ પરસેવો થવાના કારણે ઉલ્ટી થતા સારવાર અર્થ ફોરવ્હીલ ગાડીમાં લઇ મોરબી ક્રિષ્ના હોસ્પિલ ખાતે લાવતા ફરજ પરના ડોકકટરે યુવકને જોઇ તપાસી મૃત જણાવી એમ્બુલન્સ મારફતે સરકારી હોસ્પિટલ મોરબી ખાતે ખસેડવામાં આવ્યો હતો. ત્યારે ટંકારા પોલીસ સ્ટેશનમાં મોરબી સરકારી હોસ્પિટલના ડો જે.બી. પાચોટીયા દ્વારા અકાળે મોતની નોંધ કરાવવામાં આવી હતી.