Friday, November 15, 2024
HomeGujaratમોરબી જિલ્લામાં અલગ અલગ પોલીસ મથકમાં અપમૃત્યુના ચાર બનાવ નોંધાયા

મોરબી જિલ્લામાં અલગ અલગ પોલીસ મથકમાં અપમૃત્યુના ચાર બનાવ નોંધાયા

મોરબીમાં અકસ્માત અને આપઘાતના બનાવો નોંધપાત્ર રીતે વધી રહ્યા છે. જેને લઈ તંત્રની મુશ્કેલીમાં વધારો થયો છે. ત્યારે ગઈકાલે એક જ દિવસમાં ચાર અકાળે મોતના બનાવો નોંધાતા ચકચાર મચી જવા પામી છે.

- Advertisement -
- Advertisement -

પ્રથમ બનાવની મળતી માહિતી અનુસાર, મોરબીના સોમાણી સીરામિક કરખાના લગધીરપુર રોડ પર રહેતા મહીપાલભાઇ ઉજાગરભાઇ ગૌતમ નામના યુવક ગઈકાલે સોમાણી સીરામિક કરખાના ના વંડા પાસે ઇલેક્ટ્રિક કામ કરી રહ્યા હતા. ત્યારે તેઓને અચાનક શોટ લાગતા તેમને તેમના પરિવારજન રાજકુમાર ગૌતમ મોરબી સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. પરંતુ તેમને સારવાર મળે તે પહેલા જ તેમનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જેને લઇ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અકાળે મોતની નોંધ કરવામાં આવી છે.

જયારે બીજા બનાવ, મોરબી નાની વાવડી રોડ સમજુબા સ્કુલ વાળી શેરીમાં રહેતા એ.સી.પી.બોર્ડ કોન્ટ્રાક્ટર દીનેશભાઈ કિશોરભાઈ મહેમદાવાદીયા ગઈકાલે મોરબીમાં રૂદ્ર પ્લાઝા નકલંક હોસ્પિટલની બાજુમાં શનાળા રોડ પર એ.સી.પી.ફર્નિચરનું બોર્ડ બનાવતા ક્લીનિકની બાજુમાંથી પસાર થતી મોરબી પી.જી.વી.સી.એલ.ની મેઈન ઈલેક્ટ્રીક લાઈનમાં એ.સી.પી.ફર્નિચરનું બોર્ડ બનાવતા દિનેશભાઈનો હાથ અકસ્માતે પસાર થતી ઈલેક્ટ્રીક લાઈનમાં અડી જતા શોર્ટ સર્કિટ થતા આગ લાગતા દાઝી જતા સારવાર માટે મોરબી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ તેમને સારવાર મળે તે પહેલા જ તેમનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.

જયારે ત્રીજા બનાવમાં મોરબીમાં માધાપર ઝાંપા પાસે રહેતા મનુભાઇ ગોકળભાઇ સારલા છેલ્લા ઘણા સમયથી પેટમા દુખતુ હોય જેથી મોરબી આયુષ હોસ્પીટલ ખાતે આંતરડાનુ ઓપરેશન કરાવ્યા બાદ વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમા લઈ ગયેલ હોય જ્યા ચાલુ સારવાર દરમ્યાન તેમનું ગત તા.૨૩/૧૨/૨૦૨૨ ના રોજ મોત નિપજતા મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાઈ છે.

ચોથા બનાવમાં મોરબીના પીપળી રોડ પર આવેલ હરીગુણ રેસીડેન્સીમા રહેતા રમણભાઈ હીંમતભાઈનો ૧ વર્ષીય પુત્ર દશરથ ફાઈકાલે ૧૦/૦૦ વાગ્યાના અરસામાં પોતાના પિતા સાથે જ્યાં તેઓ કામ કરતા ત્યા સાથે પાંચમા માળે આંટા મારતો હોય ત્યારે બાલ્કનીમા અકસ્માતે પગ લપસી જતા પાંચમા માળેથી નીચે પડતા પડખામા તથા વાંસામા તથા જમણા હાથે તથા પગમા તથા નાકમા તથા શરીરે ગંભીર ઈજાઓ થતા પ્રથમ સમર્પણ હોસ્પીટલમા પ્રાથમીક સારવાર માટે બાળકને ખસેડવામાં આવ્યો હતો. જે બાદ વધુ વધુ સારવાર માટે રાજકોટ રીફર કરતા રાજકોટ સરકારી હોસ્પીટલે પહોંચતા બાળકનું મોત નીપજ્યું હતું. જેને લઇ મોરબી સીટી બી ડિવીઝન પોલીસ મથકમાં અકાળે મોતની નોંધ કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!