મોરબી જિલ્લામાં અપમૃત્યુના વધુ ચાર બનાવો સામે આવ્યા છે જેમાં બાઈક ડિવાઈડર સાથે અથડાતા ચાલકનું મોત સહિત જુદાજુદા બનાવમાં ચારના મૃત્યુ થયાનું પોલીસ મથકે જાહેર થવા પામ્યું છે.
ટંકારા-મોરબી હાઇવે પર આવેલ ધ્રુવનગર ગામ નજીકના મામા દેવના મંદીર પાસે પેશન પ્રો રજી નં.MP-45-MS-8432 બાઈક રોડ પરના ડિવાઈડર સાથે અથડાતા ગંભીર અકસ્માત થયો હતો જેમાં જમીન પર પટકાતા માથામાં ઇજા થતાં બબાઈક ચાલક કૈલાશ ખદાનસિંગ બારેલા રહે.સકરી મધ્યપ્રદેશવાળાનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું જ્યારે બાઈક સવાર આકાશભાઇ ગુમલાભાઇ ડામોર (રહે.હાલ પડધરી બાયપાસ રાધે કારખાના સામે)ને ઇજા થતાં તેને ટંકારા પોલિસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
અપમૃત્યુના અન્ય એક બનાવમાં મોરબીના પંચાસર રોડ પર આવેલ બાપાસીતારામ હાઇટસ બ્લોક નં-૨૦૨ મા રહેતા પ્રફુલભાઇ ગોપાલભાઇ કોઠીયા (ઉ.વ.૪૦)નું કોઈ બીમારી સબબ તેનું મોત નિપજ્યું હતું. આ અંગે મૃતદેહ મોરબીની સરકારી હોસ્પિટલ અર્થે ખસેડતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
અપમૃત્યુના વધુ એક કેસમા મોરબી તાલુકા નવા જાંબુડિયા ગામે આવેલ ઓલ્વીન સીરામીકના કારખાનાની ઓરડીમાં રહેતા કરસનભાઇ ખીમજીભાઇ જોષી નામના 40 વર્ષીય યુવાને ગાળેફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ કરી લેતા તેનું મોત નીપજ્યું હતું આથી પોલીસને જાણ થતા મોરબી તાલુકા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. અને મૃતદેહનો કબ્જો સાંભળી વધુ તપાસ અર્થે મૃતદેહને પીએમ માટે ખસેડવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે.
વાંકાનેરના નવપરા દેવી પૂજક વિસ્તારમાં રહેતા રાયધનભાઇ રુખડભાઇ ચારોલિયા નામના 40 વર્ષીય યુવાને કોઠી ગામ નજીક કોઇ પણ રિતે માથામા ઇજા થયેલી હાલતમાં મળી આવતા તેને 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા જ્યા રસ્તામા જ તેનું મોત નિપજ્યું હોવાનું ફરજ પરના તબીબે જાહેર કર્યું હતું. જેને પગલે વાંકાનેર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.