વાંકાનેર તાલુકાના રંગપર ગામેં જાહેરમાં જુગાર રમતા ચાર જુગારીયોને પોલીસે ઝડપી લીધા હતા. પોલીસે તમામ શખ્સોના કબ્જામાંથી ૨૭ હજારનો મુદામાલ કબજે કર્યો હતો.
વિગત મુજબ વાંકાનેર તાલુકાના રંગપર ગામેં દુધની ડેરી પાસે શેરીમા જાહેરમાં જુગાર રમતા દીલીપભાઇ મોટભાઇ ખાચર (ઉ.વ-૨૯) ધંધો-ખેતી રહે-રંગપર, ભરતભાઇ ખીમજીભાઇ વાઢેર (ઉ.વ-૩૬) રહે-મોટી મોલડી તા-ચોટીલા, રવુભાઇ ઉર્ફે મુન્નાભાઇ જીલુભાઇ કાલીયા (ઉ.વ-૨૮) રહે- રંગપર તા-વાંકાનેર કનુભાઇ નકુભાઇ ખાચર (ઉ.વ-૩૭) ધંધો-ખેતી રહે-રંગપર તા-વાંકાનેર વાળાને પોલીસે રંગે હાથ ઝડપી લીધા હતા પોલીસે તમામના કબ્જામાંથી રોકડ રૂપીયા-૨૭,૫૦૦/-ના મુદામાલ જપ્ત કરી આગળની તપાસ હાથ ધરી છે.