Tuesday, November 17, 2026
HomeGujaratહળવદના નવા અમરાપરમાં બાઈક સરખું ચલાવવા બાબતે ઠપકો આપતા ખેડૂત પર ચાર...

હળવદના નવા અમરાપરમાં બાઈક સરખું ચલાવવા બાબતે ઠપકો આપતા ખેડૂત પર ચાર શખ્સોનો હુમલો

ધારિયું, લોખંડના પાઇપ અને લાકડાના ધોકાથી માર મારતા ખેડૂતને નાક અને બંને હાથમાં ફ્રેક્ચર: જાનથી મારી નાખવાની ધમકી.

- Advertisement -
- Advertisement -

હળવદના નવા અમરાપર (ગણેશપુર) ગામે શેરીમાં મોટરસાઇકલ સરખું ચલાવવા અને ઝઘડો નહીં કરવા સમજાવતાં થયેલી બોલાચાલીનો ખાર રાખી ચાર શખ્સોએ ખેડૂત પર હથિયારો વડે હુમલો કર્યો હતો. હુમલામાં ખેડૂતને નાક અને બંને હાથમાં ફ્રેક્ચર સહિતની ઇજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો.

બનાવ અંગે મળતી માહિતી મુજબ, હળવદ તાલુકાના નવા અમરાપર ગામે રહેતા પ્રકાશભાઈ ભુપતભાઇ સુરેલા ઉવ.૪૦ના ભાઈની દીકરી ગઈકાલે તા.૧૬/૧૧ના રોજ શેરીમાંથી પસાર થતી હતી ત્યારે પાડોશમાં રહેતો મેરા ત્રિભોવન અદગામા મોટરસાઇકલ લઈને નીકળ્યો હતો. આ સમયે મોટરસાઇકલ સરખું ચલાવવા બાબતે સમજાવવા જતાં બોલાચાલી થઈ હતી. ત્યારબાદ પ્રકાશભાઈએ પણ ઝઘડો નહીં કરવા સમજાવ્યું હતું.

ત્યારે આ બાબતનો ખાર રાખી ફરિયાદી પ્રકાશભાઈ પોતાની વાડીએ હતા ત્યારે આરોપી ત્રિભોવન દેવા અદગામા, મેરા ત્રિભોવન અદગામા, લાલજી કાના અદગામા અને વિક્રમ રવજી અદગામા બધા રહે. નવા અમરાપર વાળા ધારિયું, લોખંડના પાઇપ અને લાકડાનો ધોકો લઈને વાડીએ પહોંચ્યા હતા. ચારેય શખ્સોએ ગાળો આપી હુમલો કરતાં પ્રકાશભાઈને નાક તથા બંને હાથમાં ફ્રેક્ચર અને શરીરે ઇજાઓ પહોંચી હતી. ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપીઓ ચાલ્યા ગયા હતા. જે બાદ ઇજાગ્રસ્તને પ્રથમ હળવદ અને ત્યારબાદ મોરબી સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. હાલ બનાવ અંગે પ્રકાશભાઈની ફરિયાદના આધારે હળવદ પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા તથા જીપી એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!