Tuesday, November 17, 2026
HomeGujaratમોરબી:બેલા ગામ નજીક ટ્રકની હડફેટે શ્રમિક મહિલાનું મોત

મોરબી:બેલા ગામ નજીક ટ્રકની હડફેટે શ્રમિક મહિલાનું મોત

જેતપર-મોરબી રોડ પર રોડ ક્રોસ કરતી વખતે સર્જાયો અકસ્માત: ગંભીર ઇજાઓ થતાં મહિલાને હોસ્પિટલમાં મૃત જાહેર કરાઈ.

- Advertisement -
- Advertisement -

મોરબીના બેલા ગામ નજીક બહુચર કાંટા પાસે રોડ ક્રોસ કરી રહેલાં શ્રમિક દંપતી પૈકી પત્નીને પૂરઝડપે આવતા ટ્રકે હડફેટે લેતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. માથા સહિત શરીરે ગંભીર ઇજાઓ પહોંચતાં ૩૮ વર્ષીય મહિલાનું મોત નીપજ્યું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ, મૂળ ઓરિસ્સાના મયુરભંજ જીલ્લાના વતની અને હાલ બેલા ગામની સીમમાં આવેલી ઇટાલેક સિરામિકની લેબર કોલોનીમાં રહેતાં હારીશભાઈ યતીશ્વરભાઈ નાયક અને તેમના પત્ની સુનીતાબેન ઉવ.૩૮ ગઈકાલે તા.૧૬ નવેમ્બરના રોજ ખરીદી કરવા ગયા હતા. ત્યારે બપોરે આશરે એક વાગ્યે બહુચર કાંટા પાસે ઓમાનો સિરામિક સામે રોડ ક્રોસ કરી કારખાના તરફ જતાં હતાં ત્યારે જેતપર તરફથી પૂરઝડપે આવતા ટ્રક નં. જીજે-૧૨-એટી-૮૨૯૮ ના ચાલકે સુનીતાબેનને હડફેટે લીધાં હતાં. અકસ્માતમાં તેમને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી. જે બાદ ૧૦૮ મારફતે મોરબી સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવતાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. અકસ્માતના આ બનાવ અંગે પતિ હારીશભાઈની ફરિયાદના આધારે મોરબી તાલુકા પોલીસે આરોપી ટ્રકચાલક વિરુદ્ધ બીએનએસની કલમ તથા મોટર વ્હીકલ એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!