મોરબી એલસીબી તથા પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે માળીયા(મી)ના ખાખરેચી ગામે અને હળવદ માં પૂર્વ બાતમીને આધારે દરોડો પાડી વર્લી ફિચર્સના આંકડાનો જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા હતા જ્યારે બે ઇસમોના નામ ખુલતા તેની શોધખોળ શરૂ કરી છે.તેમજ વાંકાનેર માં પણ એક ઇસમને વર્લી મટકાનો જુગાર રમતા વાંકાનેર પોલીસે ઝડપી પાડ્યો હતો.
મળતી માહિતી અનુસાર મોરબી એલસીબી તથા પેરોલ ફર્લો સ્ક્વોડના એએસઆઈ જીજ્ઞાસાબેન પ્રોહી./જુગારની કામગીરીમાં માળીયા(મી) વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન સંયુક્તમાં ખાનગીરાહે બાતમી મળેલ કે ખાખરેચી ગામે ભરતભાઇ કૈલા જાહેરમાં વારલી ફિચર્સના આંકડાનો જુગાર રમી રમાડતો હોવાની ચોક્કસ માહિતીને આધારે માળીયા(મી)ના ખાખરેચી ગામે દરોડો પાડતા ખાખરેચી ગામની લુહાર શેરીમાં જાહેરમાં નોટબુકમાં વર્લી ફિચર્સના આંકડાઓ લખી પૈસાની હારજીતનો જુગાર રમી રહેલ ભરતભાઈ જગજીવનભાઇ કૈલા રહે.ખાખરેચી ગામ લુહાર શેરીને રોકડા રૂ.૬,૭૫૦/-સાથે રંગેહાથ ઝડપી લેવામાં આવ્યો હતો. જયારે આરોપીની સઘન પૂછપરછમાં વર્લી ફિચર્સના આંકડાનો જુગાર હળવદ રહેતા પ્રવીણભાઈ ઉર્ફે પલો કોળી સાથે રમતો હોવાની કબૂલાત આપતા બંને વિરુદ્ધ જુગારધારા હેઠળ માળીયા(મી) પોલીસ મથકમાં ગુનો દાખલ કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
વાંકાનેરમાં ખોજાખાના શેરીમાં વર્લી મટકાનો જુગાર રમતા એકની અટકાયત
મળતી માહિતી અનુસાર વાંકાનેર સીટી પોલીસને મળેલ ખાનગીરાહે બાતમીને આધારે ખોજાખાના શેરીમાં જાહેરમાં વર્લી ફિચર્સના આંકડા લખી પૈસાની હારજીતનો જુગાર રમતા અસરફભાઇ કરીમભાઇ રફાઈ રહે. વાંકાનેર ખોજાખાના શેરીને વર્લી મટકાના જુગાર રમવાના સાહિત્ય તથા રોકડા રૂ.૬૫૦/-સાથે અટક કરી જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.
હળવદના પંચમુખી ઢોરા વિસ્તારમાં વર્લી મટકાનો જુગાર રમતા બે શખ્સો ઝડપાયા
મોરબી એલસીબી ટીમે પૂર્વ બાતમીને આધારે હળવદના પંચમુખી ઢોરા વિસ્તારમાં પંચમુખી મહાદેવના મંદિર પાસેથી જાહેરમાં વર્લી ફિચર્સના આંકડાઓ લખી નસીબ આધારિત પૈસાની હારજીતની જુગાર રમતા વીનોદ બુધીલાલ સોલંકી ઉવ.૪૫ રહે.પંચમુખી ઢોરા વીસ્તારમા પંચમુખી મહાદેવ મંદીર પાછળ હળવદ તથા સંજય રુપાભાઇ સીતાપરા ઉવ.૩૫ રહે.પંચમુખી ઢોરા વીસ્તારમા પંચમુખી મહાદેવ મંદીર પાસે હળવદને વારલી ફિચર્સના આંકડાઓ લખેલ ડાયરી સહિતના સાહિત્ય તથા રોકડા રૂ.૧૩,૮૦૦ તેમજ એક મોબાઇલ કિ.રૂ.૫૦૦૦/- એમ કુલ રૂ.૧૮,૮૦૦/-ના મુદામાલ સાથે બંનેની સ્થળ ઉપરથી અટકાયત કરવામાં આવી હતી જયારે દરોડા દરમિયાન ત્રીજા આરોપી રવીભાઇ ભુરાભાઇ રબારી રહે.ભવાનીનગર ઢોરો હળવદવાળનું નામ ખુલતા તેને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.