મોરબી જિલ્લામાં અપમૃત્યુ- અકસ્માતે મૃત્યુના ચાર બનાવ આજે નોંધાયા છે આ અંગે જુદા જુદા પોલીસ મથકે નોંધ કરી કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીના રવાપર ગામે કરુણા જનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં રવાપર રોડ પર આવેલ અનુપમ સોસાયટીમાં રહેતા મંજુલાબેન ઘીરજલાલ ફુલતરીયા (ઉવ.૭૭) રવાપર ગામના તળાવમા કોઇ કારણસર ડુબી ગયા હતા જેને લઈને તેઓનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું હતું આ અંગે પોલીસને જાણ કરાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
અપમૃત્યુના વધુ એક કિસ્સાની મોરબી સીટી બી ડિવીઝન પોલિસ મથકે નોંધાયેલ વિગત અનુસાર
મોરબીના વિશિપરામા આવેલ વિજયનગર શાંતિવન સોસાયટીમાં રહેતા કિશનભાઇ નાગજીભાઇ રાવા નામના ૨૦ વર્ષીય યુવાને પોતાના ધરે ગળે ફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ કરી લીધો હતો. જેને તાત્કાલિક મોરબી સરકારી હોસ્પિટલમાં ખસેડાતા તેનું મોત નીપજ્યું હોવાનું તબીબે જણાવ્યું હતું આ અંગે પોલીસ મથકમાં જાણ કરાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વાંકાનેર તાલુકા પોલિસ મથકે નોંધાયેલ અપમૃત્યુના કેસની વિગત અનુસાર વાંકાનેરના ઢુવા ગામે આવેલ સનસાઈન સીરામીક લેબર કવાટરમાં રહેતા કુંદનકુમાર રાજકુમાર મહાતો (ઉ.વ.૨૩)ને સનસાઈન સીરામીક કારખાનામાં બપોરનાં એકાડ વાગ્યાના અરસામાં અકસ્માતે જોરદાર ઈલેકટ્રીક શોક લાગ્યો હતો. જેથી તેઓને મોરબીની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાતા સારવાર દરમ્યાન તેમનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. આ અંગે પોલીસે અપમૃત્યુની નોંધ કરી કાર્યવાહી આગળ ધપાવી છે.
વધુમા વાંકાનેર તાલુકા પોલિસ મથકેથી જાણવા મળતી વિગત અનુસાર જયાબેન ગજેન્દ્રભાઈ પરિહાર (ઉ.વ.18 રહે. બીગ ટાઈલ્સ કારખાના માં ઢુવા તા.વાંકાનેર જી.મોરબી)એ બીગ ટાઈલ્સ કારખાનામાં લેબર ક્વાટરમાં પોતાની જાતે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ લીધો હતો જેમાં તેનું મોત થયું હોવાનું સામે આવતા પોલીસને જાણ કરાઇ હતી આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.