મોરબી જિલ્લામાં અપમૃત્યુની ચાર ઘટના પ્રકાશમાં આવી છે જેમાં ચાર લોકોના અકાળે મોત નિપજતા જુદા-જુદા પોલીસ મથકમાં આ અંગે નોંધ કરી તપાસ હાથ ધરવામાં આવી છે.
આ અંગે જાણવા મળતી વિગત અનુસાર વાંકાનેરના રાતીદેવડી ગામે વલીભાઇની વાડીમાંએ રહી ખેતમજૂરી કરતા રેખાબેન બાબુભાઇ સીંગાડા ઉ.25 નામના પરિણીતાએ કોઈ કારણોસર ઝેરી દવા ગટગટાવી હતી. ત્યારે પ્રથમ વાંકાનેર બાદ બેભાન હાલતમાં વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા ફરજ ઉપરના તબીબે મહિલાનું મૃત્યુ નિપજ્યું હોવાનું જણાવ્યું હતું. વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
અપમૃત્યુના વધુ એક બનાવમાં ટંકારા તાલુકાના રોહિશાળા ગામે રહેતા ભુપેન્દ્રાભાઇ રતિભાઇ કુબાવતને તા 27 એપ્રિલના અગાઉ હાર્ટ એટેક આવ્યો હતો. જેથી તેઓને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે.
વધુમાં મોરબી તાલુકા પોલીસને લગ્ધીરપુર રોડ રામેસ્વર વે-બ્રીજ પાસેથી કોઇ કારણોસર સમરથભાઇ શાંન્તીલાલ બરગુંડાનું મોત નિપજ્યું હતું. ત્યારે મ્રુત હાલતમા ડેડબોડી પી.એમ માટે ખસેડવામાં આવી હતી.આ ઉપરાંત અપમૃત્યુ ની વધુ એક ઘટના મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે જેમાં જાહેર થયા મુજબ પીપળી ગામના બસ સ્ટેશન સામે આવેલ ભંગારના ડેલા પાસે મજુરી કામ કરતા રણછોડ ઉર્ફે રાજુ વિક્રમભાઇ વાઘેલા પિતા વિક્રમભાઇ ત્યા ગેસ કટરથી ટ્રકને કાપતા હતા. ત્યારે બાજુમા રણછોડ ઉર્ફે રાજુ વિક્રમભાઇ વાઘેલા તથા ભંગારના ડેલાના માલીક ઇનુશભાઇ તથા તેમનો દિકરો ઉભા હતા. બાજુમા પડેલ ડિઝલની ટેકમા કોઇ પણ કારણસર આગ લાગતા એકદમ બ્લાસ્ટ થયો હતો. જેમાં રણછોડ ઉર્ફે રાજુ વિક્રમભાઇ વાઘેલા, વિક્રમભાઇ તથા ભંગારના ડેલાના માલીક ઇનુશભાઇ તથા તેમના દિકરા દાઝી જતા પ્રથમ મોરબી આયુષ હોસ્પીટલમા સારવારમા દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારે વધુ સારવાર માટે રણછોડ ઉર્ફે રાજુ વિક્રમભાઇ વાઘેલાને રાજકોટ સીવીલ હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યારે સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું.