Thursday, April 25, 2024
HomeGujaratમોરબીના સામાજીક કાર્યકરોએ ગૃહ મંત્રીને પત્ર લખી SRD , GRD અને TRB...

મોરબીના સામાજીક કાર્યકરોએ ગૃહ મંત્રીને પત્ર લખી SRD , GRD અને TRB જવાનોના માસીક વેતન વધારવા કરી માંગ

મોરબીના જાગૃત રામાજીક કાર્યકરોએ ગ્રહ મંત્રી હર્ષ સંધવીને પાત્ર લખી SRD , GRD અને TRB જવાનોના માસીક વેતન વધારવા માંગ કરી હતી.

- Advertisement -
- Advertisement -

મોરબીના સામાજીક કાર્યકર રાજુભાઇ વી દવે, અશોક ખરચરીયા, જગદીશભાઇ જી. બાંભણીયા, મુસાભાઇ બ્લોચ અને જીજ્ઞેશભાઇ પંડયાએ ગ્રહ મંત્રી હર્ષ સંધવીને પાત્ર લખી જણાવ્યું હતું કે, SRD , GRD અને TRB જવાનો ને માસીક રૂા . ૬૯૦૦ જ વેતન મળે છે. આટલા નજીવા પગારમાં તેઓ અડીખમ ઉભા હોય છે. એક પણ રજા કે તહેવાર કે ઋતુની પરવાહ કર્યા વગર પોતાની ફરજ બજાવતા હોય છે. ત્યારે આવી કામગીરીની મજાક જેવો પગાર ચુકવવામાં આવે છે. ગુજરાતમાં તો આવા અનેક જવાનો તેનાત હોય છે. જે ખડે પગે પોતાની ફરજ બજાવતા હોય છે. અને તહેવાર કે પોતાના પરિવારનું પણ ધ્યાન રાખતા નથી તેમ છતાં તેમનું માસીક વેતન વધારે તેમને નિયમાનુસાર અને સમયસર પગાર મળી રહે તે માટે સામાજીક કાર્યકરો તેમના વતી રજુઆત કરી હતી.

વધુમાં જણાવ્યું હતું કે, મોંધવારીમાં પણ તેઓ ભાડે રહીને મહિલાઓ પણ ખરા તડકામાં ઉભી રહીને ફરજ બજાવતી હોય છે. એક પણ રજા રાખતી નથી તેમજ આખા ગુજરાત રાજયમાં સરકારી કર્મચારીઓના પગારમાં વધારો થયો છે તો આ SRD , GRD અને TRB જવાનોના પગારમાં વધારો ન થાય ? તે એક પ્રશ્ન છે.

આ અંગે સ્થિતિને ધ્યાનમાં લઇ SRD , GRD અને TRB જવાનોના પગારમાં તાત્કાલિક અસરથી વધારો કરવામાં આવે તેવી સામાજીકકાર્યકરો રાજુભાઇ દવે, જીજ્ઞેશભાઇ પંડયા, અશોક ખરચરીયા, જગદીશભાઇ જી. બાંભણીયા, મુસાભાઇ બ્લોચ દ્વારા માંગ કરવામાં આવી હતી

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!