Thursday, October 10, 2024
HomeGujaratમાળીયાના ચાચાવદરડા ગામે રહેણાંક મકાનમાંથી જુગાર રમતા ચાર ઝડપાયા

માળીયાના ચાચાવદરડા ગામે રહેણાંક મકાનમાંથી જુગાર રમતા ચાર ઝડપાયા

મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક એસ.આર.ઓડેદરાની સુચના આધારે અને ના.પો.અધિ રાધિકા ભારાઇ તથા સી.પી.આઇ.મોરબી આઇ.એમ.કોઢીયાના માર્ગદર્શન હેઠળ દારૂ-જુગારની બદ્દી નાબુદ કરવા સુચના કરવામાં આવેલ જે અન્વયે માળીયા પો.સબ.ઇન્સ એન.એચ.ચુડાસમા તથા ટીમના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ચાચાવદરડા ગામમાં રહેતા પ્રભુભાઇ મોહનભાઇ બાવરવા પોતાના રહેણાક મકાનમાં નાલ ઉધરાવી જુગારધામ ચલાવતા હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી ત્યાંથી પ્રભુભાઇ મોહનભાઇ બાવરવા, રમેશભાઇ બાવાભાઇ ચાવડા, કાંતિભાઇ જાદવજીભાઇ ઉધરેજા અને જાદવજીભાઇ છગનભાઇ ઠોરીયાને રોકડા રૂપિયા કુલ રૂા.૨૬,૨૦૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

આ કામગીરીમાં પીએસઆઈ એન.એચ.ચુડાસમા તથા એચ.સી. જયેન્દ્રસિંહ કનકસિંહ જાડેજા તથા પો.કો. ભગીરથસિંહ વિજયસિંહ ઝાલા તથા પો.કો. સહદેવસિંહ અનીરુધ્ધસિંહ જાડેજા તથા પો.કો. યુવરાજસિંહ નીરુભા જાડેજા તથા પો.કો. વિરપાલસિંહ ભીખુભા ઝાલા તથા પો.કો આશીષભાઇ મગનભાઇ ડાંગર તથા પો.કો તેજપાલસિંહ મહીપતસિંહ ઝાલા દ્વારા કરવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!