મોરબી જિલ્લાના વાકાનેર, માળીયા અને હળવદ પંથકમાં જુદા જુદા સ્થળોએ અકસ્માત સર્જાતા ચાર લોકો ધાયલ થયા હતા.
વાકાનેર નજીક બોલેરો ચાલક મેઘજીભાઈ કુવરાભાઈ તથા મોહનભાઈ કુકાભાઈ બોલેરોમા પસાર થતા હતા ત્યારે સામેથી આવતા ટ્રક નં. CG 04 HS 3555ના ચાલકે પુરપાટ તથા બેફિકરાઈથી ટ્રક ચલાવી મોહનભાઈને ઈજા પહોંચાડી હતી. તેમજ માળીયા હળવદ નેશનલ હાઈવે પર ડમ્પર ચાલક પ્રવિણભાઈ ખોખરે બંધ ટ્રક પાછળ ડમ્પર અથડાવતા ધાયલ થયા હતા. અને હળવદના કુવાડીયા પાટીયા પાસે તેલ ભરેલુ ટેન્કર પલટી જતા ચાલક અતુલકુમાર ધીરજભાઈ મોરી ધાયલ થયા હતા.