Friday, March 29, 2024
HomeNewsTankaraટંકારાના મિતાણા ચોકડી પાસે પ્લોટના ઝઘડામાં ચાર શખ્સોએ આધેડ પર છરી વડે...

ટંકારાના મિતાણા ચોકડી પાસે પ્લોટના ઝઘડામાં ચાર શખ્સોએ આધેડ પર છરી વડે હુમલો કર્યો 

ટંકારાના મિતાણા ચોકડી પાસે પ્લોટના ઝઘડામાં આધેડ પર ચાર શખ્સોએ છરી વડે હુમલો કર્યો. જેમાં આધેડે ચાર શખ્સોએ હુમલો કર્યાની ટંકારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. બનાવની ટંકારા પોલીસે ચાર શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -
- Advertisement -

ટંકારા પોલીસ સ્ટેશનમાંથી મળતી મુજબ અનુસાર ટંકારાના મીતાણા ગામે દરબાર ગઢ વિસ્તારમાં રહેતા ક્રિપાલસીંહ પૃથવીસીંહ જાડેજા (ઉ.વ. ૫૩) એ આરોપીઓ રોનકભાઇ બાઘાભાઇ બાંભવા, બાઘાભાઇ નાથાભાઇ બાંભવા, રમેશભાઇ નાથાભાઇ બાંભવા, ગૌતમભાઇ બાઘાભાઇ બાંભવા સામે ફરિયાદ નોંધાવી હતી કે ગઈકાલે તા. ૮ના રોજ મિતાણા ચોકડી પાસે ફરીયાદી સામે આરોપીઓ પ્લોટની માથાકૂટ બાબતેનો ખાર રાખી છરી તથા ધારીયુ અને કુહાડી તેમજ લાકડી ધારણ કરી ફરીયાદી પાસે જઈને બોલાચાલી ગાળો આપી ઢીકાપાટુનો માર મારી ઇજા કરી તેમજ આરોપીઓએ ફરીયાદીના પેટના ડાબા પડખામા છરીનો ઘા મારી પેટના આંતરડાના ભાગે ગંભીર ઇજા પહોચાડી હતી. બનાવની ટંકારા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!