Sunday, September 8, 2024
HomeGujaratમોરબીના નવલખી રોડ પર જૂની અદાવતમાં યુવક પર ચાર શખ્સોનો હુમલો

મોરબીના નવલખી રોડ પર જૂની અદાવતમાં યુવક પર ચાર શખ્સોનો હુમલો

મોરબીમાં જૂની અદાવતમાં હુમલાની વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં પારિવારિક ઝગડામાં યુવક પર ચાર શખ્સોએ હુમલો કરી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબીનાં નવલખી રોડ પર આવેલ અમૃતપાર્ક-૨ બોખાની વાડીમાં રહેતા ગણેશભાઇ ધીરૂભાઇ નકુમના પરીવાર સાથે ક્ષ્મણભાઇ શામજીભાઇ નકુમને અગાઉ ઝગડો થયેલ હોય જુનુ જેનો ખાર રાખી જગદીશભાઇ ધીરૂભાઇ કણઝારીયા, બળવંતભાઇ ધીરૂભાઇ કણઝારીયા, ગૌતમભાઇ ધીરૂભાઇ કણઝારીયા તથા લક્ષ્મણભાઇ શામજીભાઇ નકુમએ ગણેશભાઇને ધોકા વડે માર મારી તેમજ સાહેદોને પણ ઝગડામાં મુંઢ ઇજા થતા ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે ગણેશભાઇ ધીરૂભાઇ નકુમએ તમામ વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!