Saturday, July 27, 2024
HomeGujaratમાળીયા મીં.માં ટ્રકે હડફેટે લેતા મોટરસાઇકલ સવાર એકનું મોત એક ઈજાગ્રસ્ત

માળીયા મીં.માં ટ્રકે હડફેટે લેતા મોટરસાઇકલ સવાર એકનું મોત એક ઈજાગ્રસ્ત

માળીયા મીં.માં ટ્રક ચાલકની બેદરકારીનાં કારણે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં ટ્રકના ચાલકે કજરડા ગામના પાટીયા પાસે અચાનક ખાલી સાઇડમા વાળતા મોટરસાઇકલ સાથે અકસ્માત સર્જાયો હતો. જે બનાવમાં મોટરસાઇકલ સવાર એક યુવકનું મોત નીપજ્યું હતું. જયારે અન્યને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, માળીયા મી.નાં માલાણી શેરી સંધવાણીવાસ ખાતે રહેતો સીંકદરભાઇ કાસમભાઇ સંધવાણી નામનો યુવક પોતાના મીત્ર સબીરભાઇ નુરમમદભાઇ ત્રાયા સાથે કજરડા ગામના પાટીયા પાસેથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે GJ-12-Z-4391 નંબરના ટ્રકના ચાલકે હોનેસ્ટ હોટલ સામે મોરબી કચ્છ નેશનલ હાઇવે રોડ પર પોતાનું ટ્રક પુરઝડપે ચલાવી અચાનક ખાલી સાઇડમા વાળતા યુવકના મોટરસાઇકલ સાથે ભટકાડતા ફરીયાદી તથા તેનો મિત્ર નીચે પડી જતા ફરીયાદીને બંને હાથ તથા પગમા સામાન્ય ઇજા પહોચાડી તેમજ મોટરસાઇકલ ચાલક તેના મીત્ર સબીરભાઇ નુરમમદભાઇ ત્રાયાને માથાના ભાગે ગંભીર ઇજા પહોચાડતા તેનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જેને લઈ સમગ્ર મામલે માળીયા મી. પોલીસે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!