Saturday, April 27, 2024
HomeGujaratવાંકાનેરમાં પાણી પ્રશ્ને વોટર સપ્લાયરને ચાર શખ્સોએ માર માર્યો : ફરિયાદ નોંધાઈ

વાંકાનેરમાં પાણી પ્રશ્ને વોટર સપ્લાયરને ચાર શખ્સોએ માર માર્યો : ફરિયાદ નોંધાઈ

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી જયદિપભાઇ શામજીભાઇ માંડાણી (ઉ.વ. ૩૦, રહે. ગામ ઠીકરીયાળી, તા. વાંકાનેર) એ આરોપીઓ રાહુલભાઇ રાજુભાઇ માંડાણી, મનીષભાઇ રાજુભાઇ માંડાણી, હિતેષભાઇ રાજુભાઇ માંડાણી, રાજુભાઇ રાજુભાઇ માંડાણી (રહે. બધા ઠીકરીયાળા, તા. વાંકાનેર) સામે ફરિયાદ નોંધાવી હતી કે, તા.૬ ના રોજ ટોલનાકા વાંકાનેર બાંઉન્ટ્રી પાસે ફરીયાદી વોટર સપ્લાયરનું ધંધો કરતા હોય જે કામે આરોપીઓ પાણી સોપતા ન હોય જેનો ખાર રાખી ફરીયાદી તથા સાહેદને લાકડા તથા પાઇપ ધોકા માર મારી ગાળો આપી તથા ફરીયાદીના પત્ની ને ધરે જઇ ગાળો આપી હતી. વાંકાનેર તાલુકા પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!