Friday, April 26, 2024
HomeGujaratમોરબીમાં સમાકાંઠા વિસ્તારમાં મેમરીકાર્ડ વહેંચવાની ના પાડતા ચાર ઈસમો દ્વારા હુમલો કરાયો...

મોરબીમાં સમાકાંઠા વિસ્તારમાં મેમરીકાર્ડ વહેંચવાની ના પાડતા ચાર ઈસમો દ્વારા હુમલો કરાયો : ઇજાગ્રસ્ત વૃદ્ધનું સારવાર દરમ્યાન મોત નિપજતા બનાવ હત્યામાં પલટયો : પોલીસે ચાર પૈકી એકની ધરપકડ કરી ત્રણની શોધખોળ

મોરબીના સમાકાંઠા વિસ્તારમાં આવેલા કુબેર ટોકીઝ પાછળ મફતિયાપરામાં મેમરીકાર્ડ વેચાતું લઇ લેવાનું કહેતા ચાર શખ્શોએ પાઇપ ધોકા વડે હુમલો કરતા આધેડને ગંભીર ઈજા થતા મોરબી બાદ વધુ સારવાર માટે અમદાવાદ ખસેડાયો હતો જ્યાં સારવાર દરમિયાન આધેડનું મોત થતા બનાવ હત્યામાં પલટાયો હતો જેમાં બી ડીવીઝન પોલીસે મૃતકની પત્નીની ફરિયાદ પરથી હત્યાની કલમ ઉમેરી ગુનો નોંધી તપાસ દરમ્યાન મુખ્ય આરોપીને ઝડપી લેવાયો હતો જયારે અન્ય આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરાઈ છે.

- Advertisement -
- Advertisement -

મોરબીના સમાકાંઠા વિસ્તારમાં આવેલા કુબેરટોકીઝ પાછળ મફતિયાપરાના રહેવાસી શારદાબેન ગોગનભાઈ વાઘેલાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે આરોપી રસીક દેવશી ચારોલીયાએ તેના પતિ ગોગનભાઈને મેમરીકાર્ડ વેચાતું લઈ લેવાનું કહેલ અને ગોગનભાઈએ ના પડેલ જેનો ખાર રાખી આરોપી રસિક દેવશી ચારોલીયા, હરેશ ઉર્ફે ઉગો દેવસી ચારોલીયા, મુકેશ રસિક ચારોલીયાં અને સુરેશ કિશોર ચારોલીયાં રહે બધા શનાળા બાયપાસ મોરબી વાળાએ છકડો રીક્ષામાં ઘર પાસે આવી મારી નાખવાના ઈરાદે હુમલો કરી લોખંડ પાઈપ અને એન્ગલથી માર મારી ગંભીર ઈજાઓ કરી હતી અને આધેડને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે મોરબી બાદ વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન બે દિવસ પૂર્વે આધેડનું મોત થતા બનાવ હત્યામાં પલટાયો હતો જેથી પોલીસે હત્યાની કલમ ઉમેરી બનાવની વધુ તપાસ બી ડીવીઝન પીઆઈ આઈ.એમ.કોઢિયા ચલાવી રહ્યા હતા જેના માર્ગદર્શન હેઠળની ટીમે આરોપી રસિક દેવસી ચારોલીયાને ઝડપી લીધો છે જયારે અન્ય આરોપી નાસતા ફરતા હોય જેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે જેમાં મૃતક ગોગનભાઈ સંબંધમાં આરોપી રસિક ચારોલીયાના બનેવી થતા હોવાનું પણ પોલીસ તપાસમાં ખુલ્યું છે ત્યારે સામાન્ય બાબતમાં થયેલી મારામારીમાં મોત થતા બનાવ હત્યામાં પરિણમ્યો હતો આ બનાવમાં પીઆઈ આઈ.એમ.કોંઢિયા ની ટીમે અન્ય ત્રણેય ઈસમોની શોધખોળ હાથ ધરી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!