Sunday, September 8, 2024
HomeGujaratટંકારા નજીક અજાણી કારે ડબલ સવાર બાઇકને હડફેટે લેતા એકનું મોત

ટંકારા નજીક અજાણી કારે ડબલ સવાર બાઇકને હડફેટે લેતા એકનું મોત

ટંકારા નજીક અજાણ્યો કારચાલક ડબલ સવાર બાઈકને હડફેટે લઈને નાસી છૂટ્યો હતો. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા બાઈકસવાર એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.

- Advertisement -
- Advertisement -

બનાવની ટંકારા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારાના ઓટાળા ગામે રહેતા મણિલાલ દેવસીભાઇ દેસાઇ (ઉ.વ. ૫૩) એ પોતાના બાઇકમાં હેમતભાઇ લાધાભાઇ દેસાઇને પાછળ બેસાડીને ગઈકાલે તા.૧૯ના રોજ સવારના સાડા આઠેક વાગ્યાના અરસામાં ઓટાળાથી ટંકારા જતા રોડ પર કાનારો હોકળા તરીકે ઓળખાતા પુલ પાસે રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે પુર ઝડપે આવતી એક સફેદ કલરની સ્કોર્પીયો કારના ચાલકે પોતાની કાર પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવીને ફરીયાદીના બાઈક નં. જીજે-૩૬-કે-૬૮૪૯ સાથે પાછળથી અથડાવી એકસીડન્ટ કરી ફરીયાદીને કેળના ભાગે ગંભીર ઇજા પહોચાડી તથા ફરીયાદીની પાછળ બેઠેલ હેમતભાઇ લાધાભાઇ દેસાઇને ગંભીર ઇજા કરી મોત નીપજાવી નાશી છૂટ્યો હતો. ટંકારા પોલીસે આ બનાવની ફરિયાદ નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!