મોરબી તાલુકા પોલીસમાંથી મળતી માહિતી મુજબ રફાળેશ્વર ગામે જાહેરમાં જુગાર રમતા હોવાની ખાનગી બાતમી આધારે તાલુકા પોલીસની ટીમે દરોડો પાડતા જુગાર રમતા પ્રવીણગીરી બાવાજી, ભરતભાઈ શેખવા, મનસુખભાઈ સનુંરા અને શનિભાઈ સુરેલા ને સહિતના ચાર શખ્સોને રૂપિયા ૨૧,૮૦૦ રોકડ સાથે ઝડપી લીધા હતા.









