Friday, December 27, 2024
HomeGujaratમાનવતાની મહેક : વિવાન વાઢેરની વ્હારે આવ્યા મોરબીના યુવાનો

માનવતાની મહેક : વિવાન વાઢેરની વ્હારે આવ્યા મોરબીના યુવાનો

તાજેતરમાં જ ગુજરાતના મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના કાનેસર ગામમાં મધ્યમવર્ગીય પરિવારનાં બાળક ધૈર્યરાજસિંહને સ્પાઈનલ મસ્ક્યુલર એટ્રોફી ફેક્ટ શીટ-1 (એસએમએ-1) નામની દુર્લભ બીમારી હતી. જેથી પરિવારે મદદ માટે અપિલ કરી હતી. અને દુનિયાભરના લોકોએ અને સરકારએ મદદ કરતા તેમને 16 કરોડની કિંમતનું ઇન્જેક્શન મુંબઈની હિન્દુજા હોસ્પીટલમાં આપવામાં આવતા તે બિલકુલ સ્વસ્થ થઈ ગયો છે. ત્યારે ગુજરાતમાં વધુ એક બાળક ધૈર્યરાજ જેવી જ બિમારીથી પીડાઈ રહ્યો છે. અને જો તેને આ ઈન્જેક્શન નહિં મળે તો તેના જીવને પણ જોખમ છે.

- Advertisement -
- Advertisement -

ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના આલીદર ગામના રહેવાસી અશોકભાઈ સમાતભાઈ વાઢેરના એકના એક અઢી માસનાં પુત્ર વિવાનને પણ ધૈર્યરાજ જેવી ભાગ્યે જ બાળકોમાં જોવા મળતી સ્પાઇન મસ્ક્યુલર એટ્રોફી (SMA) નામની ગંભીર બિમારી થઈ છે. આ બિમારીની સારવાર માટે જરૂરી ઇન્જેક્શન વિદેશથી મંગાવવું પડે એવી સ્થિતિ હોવાથી આશરે 16 કરોડની કિંમતનું ઇન્જેક્શન મંગાવવાની વાત આવતા પરિવાર પર આભ ફાટી પડ્યું છે. કચ્છમાં ખાનગી કંપનીમાં નોકરી કરી પોતાના ઘરનું ગુજરાન ચલાવતા અશોકભાઈ વાઢેર પોતાના એકના એક પુત્રની સારવારના ખર્ચને લઈ ચિંતિત બન્યા છે. જેથી વિવાનના પિતા અશોકભાઈ વાઢેર દ્વારા સામાજીક સંસ્થા અને સરકાર તથા લોકોને મદદ કરવા હાથ લંબાવી મદદ માંગી હતી.

ત્યારે સમગ્ર ગુજરાતમાં મદદ માટે લોકો આગળ આવી દાનની સરવાણી વરસાવી માનવતાની મહેક પ્રસરાવી રહ્યા છે. જેમાં મોરબીના યુવાનો પણ વિવાન વાઢેરની મદદ માટે મોરબીના જાહેર માર્ગો પર ફંડ એકત્રિત કરી રહ્યા છે. અને મોરબીના પત્રકાર જયેશ બોખાણીએ વિવાન વાઢેરની મદદ માટે અપિલ કરી છે. અને ફુલ નહી તો ફુલની પાંખડી આપવા મોરબીવાસીઓને વિનંતિ કરી છે. અને જે પણ પોતાનું દાન આપવા માંગતા હોય તેમણે મો.7621953402 પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!