રાજયના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી આજે મોરબી અને રાજકોટ જિલ્લાની મુલાકાતે છે, આજે સવારે તેઓએ મોરબીના નવા બસસ્ટેશનનું લોકાર્પણ કર્યુ હતું. લોકાર્પણ સમારોહ બાદ ગૃહ રાજ્ય મંત્રી મોરબીના લીલાપર ખાતે કેશવ પાર્ટી પ્લોટમાં મોરબી ઔદ્યોગિક એસોસિએશનના અગ્રણીઓ સાથે ઉદ્યોગના નાણાકીય વ્યવહારની સલામતી અને સુરક્ષા અંગે સવિશેષ સંવાદ કર્યો હતો. તેમજ ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ મોરબી ખાતે સિરામિક ઉદ્યોગકારો સાથે બેઠક કરી SIT ટીમ રચનાની જાહેરાત પણ કરી હતી.
હર્ષ સંઘવીએ મોરબી ઔદ્યોગિક એસો. સાથેના સંવાદમાં જણાવ્યું હતું કે, મોરબી સિરામિક ઇન્ડસ્ટ્રીઝ અને બીજી બધી ઇન્ડસ્ટ્રીઝ દ્વારા તમામ પ્રકારનો સહયોગ અને સિરામિક ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ખૂબ આપ્યું છે. અમુક સમયે તમે ભૂલી જાઓ છો કે એક એક શબ્દ તમારા ઝીલી આ જ ભાજપ સરકારે તમામ માગ પૂરી કરી છે. સાંસદ મોહનભાઈ કુંડારિયા અને દુર્લભજી દેથરિયાએ મોરબી સિરામિક ઉદ્યોગકારો માટે અને અન્ય વિષયો માટે ગત વર્ષમાં ૧૮ સપ્ટેમ્બરના રોજ ચર્ચાઓ કરી હતી. ગુજરાતીઓ વ્યાપારમાં અવ્વલ નંબર પર છે. મોરબીના સિરમિક ઘડિયાળ જીનીગના વેપારીઓને વિશ્વ ભરમાંથી માલ લઈ ફોન ઉચકતો બંધ થઈ જાય છે. ત્યારે કાયદાની વ્યાખ્યામાં લઈ જો વેપારીઓ રૂપિયા ઉઘરાણી કરવા જાય તો ત્યાંનો કાયદાનો દુરુપયોગ કરે છે. એની સામે કડક કાર્યવાહી થાય તેવો કાયદાઓ લઈને આવ્યો છે. ગમે તેટલા દૂર જઈ માલ લઈને તમારા ફોન નહિ ઉપાડે તો અમારી SIT મોરબી સુધી ધક્કા ખવડાવશે. મોરબી જિલ્લા પોલીસ અને રાજકોટ રેન્જ દ્વારા એક ઓર્ડર લઈને આવ્યો છું. એટલું જ નહિ એનો અમલ પણ આજથી જ લાગુ પડશે. જો માલ લઇ ચિતીગ કરશે. તો નેગોશોએબ્લમાં ધક્કા ના ખાઈ અને ક્રિમીનલ અને ફોજદારી કાયદાઓમાં કાર્યવાહી કંઈ રીતે કરવામાં આવે એ માટે આજે તમારા માટે SIT શરૂ કરવામાં આવી છે.
હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે, ગૃહ સાથે ઉદ્યોગની પણ જવાબદારી છે માટે મારે તમારું વધારે ધ્યાન રાખવું પડે. એન્ટી ડમ્પીંગ ડ્યુટી લગાવનાર પ્રથમ ભાજપ સરકાર હતી. જેને આજે પાંચ વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા છે. આ બાદ જ ચાઇના સાથે ઉદ્યોગકારો વ્યપાર કરતા થયા છે. હજુ આ શરૂઆત છે. મોરબી સીરમિક ઇન્ડસ્ટ્રીઝએ ગુજરાતની ખૂબ મોટી ઓળખ છે. અને આથી હું આપણે એક વચન આપવા આવ્યો છું. જે મોડેલ જીઆઇડીસી બનાવવા મોરબીને પહેલું સિલેક્ટ કર્યું છે. તેને ઝડપથી પૂર્ણ કરવા કવાયત હાથ ધરવામાં આવશે. હજુ મોરબી પર અનેક નવા પ્રયોગો કરવામાં આવશે. તેમણે વધુમાં કહ્યું હતું કે, મોરબીના તમામ એસોસિયેશને પણ પચીસ વર્ષ જૂના કેસો શોધીને SIT સમક્ષ ના લાવતા. ફ્રેશ કેસ હોય તે લઈને આવજો. આવી તમામ એસોસિએશનને વિનતી છે. તમારી અંદરો અંદરના કેસો લઈને ના આવતા રાજ્ય બહારના કેસો માટે SIT છે. તેને લઈને આવજો. મોરબી એસપી અને રેન્જ આઈજીને મારૂ સૂચન છે કે, SIT માં યોગ્ય બેઠક થઈ તમામ ચીતરો સામે કડક કાર્યવાહી કરી મોરબી લાવવામાં આવે. ગુજરાત પોલીસનું નામ પડશે. ત્યાં જ તમારી જોડે એવા ચીતરો સેટલમેન્ટ કરી જશે. હું પણ વેપારીનો દીકરો છું. મને પણ થશે કે મે મારા પાચ વર્ષ સારા પસાર કર્યા. મોરબી છોડી તમારે ક્યાંય ના જવું પડે તેવી વ્યવસ્થા કરવી છે. મોરબીએ રાજ્યને ઘનું આપ્યું છે. મોરબીને દુનિયાનું no.1 સેન્ટર બનાવવું છે. આજે બીજા નંબર પર મોરબી છે. સૌ લોકોને સુરક્ષા મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં અમારા દ્વારા આવશે. તમારા શ્રમિકોને આવવા જવા માટે સારી બસો માટે બસ સ્ટેન્ડનું આજે લોકાર્પણ કરાયું છે. એકાદ દિવસ ગાડી બાજુમાં મૂકી એકાદ દિવસ ઇલેક્ટ્રિક બસમાં પ્રવાસ કરજો તેવી મારી વિનંતી છે. તો તમને ખ્યાલ આવશે કે સરકાર દ્વારા શું કામગીરી લોકો માટે કરવામાં આવે છે. આજે વાહન વ્યવહાર બાદ SIT અને તમારા બાળકો માટે સ્પોર્ટ્સના ભાગરૂપે સારું રમત ગમત માટે વ્યવસ્થાનું આયોજન કરાયું છે. આપના માટે સારી વ્યવથા કરવામાં આવે તે માટે અમે તૈયાર છીએ તમારા માટે નાનામાં નાની વાતોમાં સુરક્ષા માટે હર હમેશા તૈયાર છીએ, અમારા સાંસદ સભ્ય,ધારાસભ્ય અને આખી ટીમને વેપારીઓ તરીકે તમારે અભિનંદન આપવા જોઈએ. એક કામ આપો છો તમે અને આ લોકો ચાર કામ લઈને અમારી પાસેથી જાય છે. એવા પ્રતિનિધિઓ મળ્યાએ બદલ તમે નસીબદાર છો. તેમ હર્ષ સંઘવીએ મોરબી ઔદ્યોગિક એસો. સાથેના સંવાદમાં જણાવ્યું હતું.