મોરબીમાં કોરોના મહામારી ચાલી રહી છે આવા સમયે લેભાગુ તત્વો અસ્તિત્વમાં આવ્યા હતા અને દર્દીઓ માટે ઉપયોગમાં લેવામાં આવતા ફ્રૂટ અને લીલા નાળિયેરના ભાવમાં તોતિંગ વધારો ચીકી દેવામાં આવ્યો હતો જેમાં લીલા નાળિયેર ના સો રૂપિયા તેમજ મોસંબી અને સંતરાના ભાવોમાં પણ ત્રણથી પાંચ ગણો વધારો કરી દેવામાં આવ્યો છે
ત્યારે મોરબી જિલ્લા પંચાયતના સદસ્ય અને યુવા સામાજિક કાર્યકર અજય લોરીયા દ્વારા નિશુલ્ક આપણે લીલા નાળિયેર અને મોસંબી તેમજ સંતરાનું વિતરણ કરવાનો નિર્ણય કરાયો છે જેમાં છેલ્લા ચાર દિવસથી મોરબી જિલ્લામાં ચાલી રહેલા તમામ કોલ સેન્ટરો સરકારી હોસ્પિટલો તેમજ હોમ આઇસોલેટ દર્દીઓ માટે લીલા નાળિયેર તેમજ મોસંબી નું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે જેમાં આજે પરી વધુ પચાસ હજાર લીલા નાળિયેર અને મોસંબી મંગાવી જુદા જુદા કોલ સેન્ટરો પર મોકલવામાં આવ્યા છે સાથે જ હોમ આઇસોલેટ દર્દીઓ માટે પણ લીલા નાળિયેર અને ફ્રુટનું વિતરણ આવતીકાલ સવારથી શરૂ કરવામાં આવશે આ વિતરણ જ્યાં સુધી કોરોના મોરબી જિલ્લામાં હળવો નહીં થાય ત્યાં સુધી ચાલુ રાખવામાં આવશે તેઓ યુવા સામાજિક કાર્યકર અજય લોરીયા જણાવ્યું છે.