મોરબી નજીકની સીરામીક ફેકટરીમાં કામ કરતા શ્રમિકને તેના મિત્રોએ મજાક મજાકમાં ગુદાના ભાગે કંપ્રેશરથી હવા ભરી દીધી હતી. મિત્રોની એક વિકૃત હરકતથી શ્રમિકનું પેટ ફુલાઈ જવાથી ત તેને સારવાર અર્થે રાજકોટ ખસેડવાની નોબત આવી પડી હતી.
બનાવની વિગત મુજબ મોરબી નજીક આવેલ સીરામીક ફેકટરીમાં કામ કરતાં મૂળ ઝારખંડના વતની અબ્રાહમભાઈ કાંડેભાઈ ટૂટી (ઉ.વ.35) નામનો શ્રમિક યુવાન કારખાનામાં કામ કરી રહ્યો હતો તે વેળાએ તેની સાથે કામ કરતા અન્ય મિત્રોએ મજાક મસ્તીમાં વિકૃત આનંદ લેવા ખાતર જેમાં મિત્રોએ વિકૃત હરકત કરીને આ શ્રમિક યુવાનના ગુદાના ભાગે કારખાનાના કંપ્રેશરના પાઈપથી હવા ભરી દીધી હતી. જેને પગલે શરીરમાં હવા ભરાઇ જવાથી શ્રમિક યુવાનનું પેટ ફુલાઈ ગયું હતું. મુશ્કેલી વધતા તાબડતોબ શ્રમિક યુવાનને રાજકોટ સારવાર અર્થે ખસેડાયો હતો. આ બનાવની જાણ થતાં પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.