મોરબી જિલ્લાના ઝીંઝુડા ખાતેથી ઝડપાયેલા 600 કરોડના ડ્રસ કાંડમાં એટીએસે 13 શખ્સો ને દબોચી લીધા બાદ વધુ એક પંજાબથી વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે જેને કોર્ટમાં રજૂ કરતાં 12 દિવસના રિમાન્ડ મંજુર કરાયા છે.
મોરબીના ઝીઝુડા ગામેથી એટીએસે આશરે ત્રણેક માસ અગાઉ ડ્રગ્સના કાળા કારોબારનો પર્દાફાશ કરી 600 કરોડનો ડ્રગ્સનો જંગી જથ્થો ઝડપી પડ્યો હતો આ પ્રકરણમાં અત્યાર સુધીમાં 13 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે તે દરમિયાન એટીએસ દ્વારા વધુ એક ભોલા શૂટર નામના શખ્સની પંજાબ ખાતેથી ધરપકડ કરવામાં છે. આ શખ્સ ડ્રગ્સના જથ્થાને લેવા-પહોંચાડવાની કામગીરીમાં સંડોવાયેલ હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપી ભોલાની રિમાન્ડ ની માંગ સાથે કોર્ટના રજૂ કરતા કોર્ટે 12 દિવસના રીમાન્ડ મંજુર કર્યા છે. ઉલ્લેખનીય છે કે ડ્રગ્સ કાંડમાં સંડોવાયેલ આરોપી ભોલા શૂટર લોરેન્સ બિશનોઈ ગેંગનો શૂટર છે અને હિસ્ટ્રીશીટર છે.વધુમાં દેશભરમાં તેના પર અનેક ગુનાઓ નોંધાયા હોવાનું પણ જાહર થયું છે. આ કેસની વધુ તપાસ એટીએસના પીઆઇ જાદવ ચલાવી રહ્યા છે.









