Saturday, April 20, 2024
HomeGujaratરાજકોટ - ચોટીલા હાઇવે પરની હોટલોમાંથી ગેરકાયદે સંગ્રહાયેલ 27 લાખનો પેટ્રોલીયમ પ્રવાહી...

રાજકોટ – ચોટીલા હાઇવે પરની હોટલોમાંથી ગેરકાયદે સંગ્રહાયેલ 27 લાખનો પેટ્રોલીયમ પ્રવાહી જથ્થા સાથે ચાર ઝડપાયા : બે ફરાર

રાજકોટ – ચોટીલા નેશનલ હાઇ-વે ઉપર આવેલ અલગ-અલગ હોટલોમાંથી પેટ્રોલીયમ પ્રવાહીનો સંગ્રહ તથા વેચાણ કરતા શખ્સ વિરુદ્ધ કાર્યવાહી કરી રૂ.૨૭,૪૧,૨૦૦નો મુદ્દામાલ રાજકોટ રેન્જ પોલીસે તમામ વિરુદ્ધ કાયદેશરની કાર્યવાહી હાથ ધરી છે. આ રેઇડ દરમિયાન ચાર શખ્સો પોલીસ ઝપટે ઝડયા હતા જ્યારે બે શખ્સો હાજર ન મળતા તેને ફરારી જાહેર કરી પોલીસે તપાસ તેજ બનાવી છે.

- Advertisement -
- Advertisement -

રાજકોટ રેન્જના આઇ.જી.પી. સંદીપ સિંહ દ્રારા રાજકોટ રેન્જ હસ્તકના સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ ગ્રામ્ય, મોરબી, દેવભુમી દ્રારકા જીલ્લાઓમાં એલ.સી.બી., એસ.ઓ.જી. બ્રાંચ તથા સ્થાનીક પોલીસ સ્ટેશનના અધિકારી, ડી.વાય.એસ.પી.ના સુપરવિઝન હેઠળ સ્પેશ્યલ ટીમો બનાવી જિલ્લાઓમાં ચાલતી પેટ્રોલીયમ પેદાશોની સંગ્રહ તથા વેચાણની ગેરકાયદેસર પ્રવૃતીઓ પર ઘોસ બોલાવવા સુચના અપાઈ હતી જેને પગલે વાંકાનેર બાઉન્ડ્રી ટોલનાકાથી ચોટીલા તરફ જવાના હાઇ-વે રોડ ઉપર આવેલ શેર એ પંજાબ હોટલ તથા નાગરાજ હોટલની અંદરના ભાગે ગુપ્ત ટાંકો બનાવી ત્યાંથી ગેરકાયદેસર પેટ્રોલીયમ પ્રવાહીનુ વેચાણ કરે છે જે બાતમી મળતા મોરબી ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાય અને વાંકાનેર પીએસઆઇ પી.જી.પનારા સહિતનો સ્ટાફ દોડી ગયો હતો.

હોટેલમાં ચેકીંગ દરમિયાન જ્વલનશીલ પેટ્રોલીયમ પ્રવાહી લી.૨૪૦૦, કિ.રૂ.૨,૩૦,૨૦૦, ટ્રક – ર કિ.રૂ.૨૦,૦૦,૦૦૦ તથા એક કાર- ૧ કિ.રૂ.૫,૦૦,૦૦૦, મોબાઇલ ફોન-ર કિ.રૂ.૧૦,૦૦૦,હેન્ડ પમ્પ – ર કિ.રૂ.૧,૦૦૦ સહિત કુલ રૂ.૨૭,૪૧,૨૦૦ નો મુદ્દામાલ ઝડપાયો હતો જેને લઈને પોલીસે આ ગુન્હામાં સંડોવાયેલ આરોપી કોડીંબા ધોડીબા વાઘમારે (રહે.કુરૂંદાવાડી તા.બસમત જી.હિંગલો મહારાષ્ટ્ર), મારૂતી જયસીંગ નાગે (રહે.હનુમાનનગર રોડ, ઇસ્લામપુર ગામ તા.વાલ્વા જી.સાંગલી મહારાષ્ટ્ર), સુરેશ વજાભાઇ ચોવીસીયા (રહે.ખેરડી તા.ચોટીલા જી.સુરેન્દ્રનગર)ને પોલીસે ઝડપી લીધા હતા જ્યારે આ રેઇડ દરમિયાન આરોપી અનીતકુમાર અરૂણ મંડલ (રહે.ખેરડી, નાગરાજ હોટલ તા.ચોટીલા જી.સુરેન્દ્રનગર ) અને યુવરાજભાઇ કનુભાઇ ધાધલ (રહે.નાગરાજ હોટલ, ચોટીલા તથા રવુભાઇ ભોજભાઇ ધાધલ (રહે.ચોટીલા રાજકોટ ને.હા. રોડ, શેરે પંજાબ હોટલ તા.ચોટીલા) પોલીસને હાથ તાળી આપી નાશી છૂટતા તેની વિરુધ્ધ ચોટીલા પો.સ્ટે.માં કલમ-૨૭૮, ૨૮૫, ૧૧૪ તથા આવશ્યક ચીજવસ્તુઓના અધિનીયમ કલમ-૩ અને ૭ તથા પેટ્રોલીયમ અધિનીયમ કલમ- ૩,૪,૨૩ મુજબ કુલ-ર ગુના દાખલ કરી મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. આ પ્રકરણમાં સંડોવાયેલ શખ્સોને વીણી વીણી ને દબોચી લેવા પોલિસ સક્રિય બની હોવાથી આગામી દિવસોમાં આ ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમો વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરવાનું ચાલુ રહેશે. તેમ પોલીસ તંત્રમાંથી જાણવા મળી રહ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!