Sunday, November 17, 2024
HomeGujarat24 વર્ષથી ફરાર દાઉદનો સાગરિત મલેશિયામાં વેપારી બનીને ફરતો હતો, આ રીતે...

24 વર્ષથી ફરાર દાઉદનો સાગરિત મલેશિયામાં વેપારી બનીને ફરતો હતો, આ રીતે ગુજરાત એટીએસે ઝડપી પાડ્યો

ગુજરાત એટીએસની ગિરફતમાં આવેલો આરોપી અબ્દુલ માજિદ કુટ્ટી, 24 વર્ષથી પોલીસ ને ચકમો આપી રહી રહયો હતો. આરોપી ઝારખંડમાં વેશ બદલીને રહી રહયો હતો.

- Advertisement -
- Advertisement -

ગુજરાત ATSને ફરી એક મોટી સફળતા હાથ લાગી છે. છેલ્લા 24 વર્ષથી ફરાર દાઉદના એક સાગરીતની ઝારખંડમાંથી ધરપકડ કરવામાં આવી છે. નોંધનીય છે કે, વર્ષ 1996માં મહેસાણામાંથી 125થી વધુ પિસ્તોલ , Rdx અને 750 જેટલા કાર્ટુસ મળી આવ્યા હતા. આમા મળેલી પિસ્તોલ પાકિસ્તાની બનાવટના હતા.

આરોપી મે 2019થી ભારતમાં

ગુજરાત એટીએસની ગિરફતમાં આવેલો આરોપી અબ્દુલ માજિદ કુટ્ટી, 24 વર્ષથી પોલીસ ને ચકમો આપી રહી રહયો હતો. આરોપી ઝરખાંડમાં વેશ બદલીને રહી રહયો હતો. આ અંગેની માહિતી મળતા એટીએસે ઓપરેશન કરી ત્યાંથી તેની ધરપકડ કરી લીધી છે. આરોપીના 3 સાગરીત અગાઉ પકડાઈ ચૂક્યા છે અને તેમને સજા પણ થઈ ચૂકી છે. આરોપી અબ્દુલ માજિદ મે 2019થી ભારતમાં આવ્યો હતો અને જમેદપુરમાં નકલી પસપોર્ટ મોહમ્મદ કમાલના નામથી રહી રહયો હતો.

માઝિદ મૂળ મુંબઈનો રહેવાસી હતો

ઘટનાની વાત કરીએ તો, વર્ષ 1996 ડિસેમ્બરમાં મહેસાણામાંથી પાકિસ્તાની બનાવટની 125થી વધુ પિસ્તોલ અને 750 જેટલા કાર્ટુસ સહિત અન્ય મુદ્દામાલ મળી આવ્યા હતા અને જે કેસમાં અબ્દુલ માઝિદ મુખ્ય આરોપી હતો. આ હથિયાર પાકિસ્તાનથી દાઉદના ઇશરે ભારતમાં મોકલવામાં આવ્યા હતા અને 26 જાન્યુઆરી 1997માં મહારાષ્ટ્રમાં આતંકી કૃત્યને અંજામ આપવાનો હતો. જેતે સમય પોલીસ દ્વારા પ્રયત્ન કરવામાં આવેલ પરંતુ આરોપી પકડાયો ન હતો. કારણ કે તે દુબઈમાં હતો.આરોપી દાઉદનો ખાસ સાગરિત હોવાનું પણ સામે આવી રહ્યુ છે. અબ્દુલ માઝિદ મૂળ મુંબઈનો રહેવાસી છે અને 1962માં તેનો જન્મ થયો હતો.

આરોપી પિતાના અવસાન બાદ દુબઇ જતો રહ્યો હતો

1978માં આરોપીના પિતાનું અવસાન બાદ તે દુબઈ જતો રહ્યો હતો અને 1984 સુધી ત્યાં રોકાયેલો હતો. ત્યાર બાદ તે પરત મુંબઈ આવ્યો અને મોહમ્મદ અલી રોડ પર પોતાની જમાતમાં જતો હતો અને ત્યાં તેની મુલાકાત અનિષ ઇબ્રાહિમ, દાઉદ, અબુ સાલેમ, મોહંમદ ડોશા, છોટા શકીલ, મુસ્તુફા ડોશા, ટાઇગર મેમણ સાથે થઈ હતી.અને તેમની સાથે સોનાનું સ્મગલિંગ અને કસ્ટમ ચોરીનું કામ કરવા લાગ્યો હતો.

1997માં મુંબઈમાં ત્રાસવાદી કૃત્યને અંજામ આપવાના હતા

એટીએસની તપાસમાં તેણે કબુલ કર્યું છે કે, 1996માં તે દુબઇમાં હતો ત્યારે અબુ સાલેમ તેને મળ્યો હતો અને 26 જાન્યુઆરી 1997માં મુંબઈમાં ત્રાસવાદી કૃત્યને અંજામ આપવા એક્સપલોજીવ અને હથિયારની ડિલિવરી અજમેરથી કરવા જણાવ્યું હતુ અને અબ્દુલ માઝિદ કુટ્ટીએ પોતાના સાગરીત મોહમ્મદ ફઝલને આ કામ સોંપ્યું હતું.

મલેશિયામાં કાપડનો વેપારી હતો

ગુજરાત પોલીસે હથિયાર પકડી પાડેલ તેની માહિતી અબ્દુલને મળતા તે દુબઇથી ભાગી થાઈલેન્ડ જતો રહ્યો અને 1999 સુધી નાનું મોટું કામ કરતો હતો. દુબઈમાં તેની મુલાકાત પોરબંદરના મમુમિયાં સાથે થઈ હતી. તેની સાથે સોનાનું સ્મગલિંગનું કામ કરવા લાગ્યો હતો. જેતે સમય તેની મુલાકાત જામશેદપુરના મોહમ્મદ ઇનામ અલી સાથે થઈ હતી અને તેને જામશેદપુરના સરનામાં પર ના મોહમ્મદ કમાલ નામનો નકલી પાસપોર્ટ બનાવી આપ્યો હતો. ત્યાર બાદ તે પાસપોર્ટ પરથી તે દુબઈથી મલેશિયા આવી ગયો અને કાપડનો વેપાર કરતો હતો. 2019માં તે ભારત આવી અને નવું કામ કરવા વિચારી રહ્યો હતો પરંતુ એટીએસના હાથે પકડાઈ ગયો

નોંધનીય છે કે, 2000 બાદ તે દાઉદને મળ્યો ન હોવાની વાત હાલ કરી રહયો છે ત્યારે એટીએસ હવે અલગ અલગ દિશામાં તપાસ કરી રહી છે અને ભારત પરત આવવા પાછળ અન્ય કોઈ ઈરાદો છે કે કેમ તેની પણ તપાસ કરી રહી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!