Tuesday, April 23, 2024
HomeGujaratહળવદમાં અલગ અલગ બે જગ્યાએથી જુગાર રમતા ત્રણ ઝડપાયા, બે ફરાર

હળવદમાં અલગ અલગ બે જગ્યાએથી જુગાર રમતા ત્રણ ઝડપાયા, બે ફરાર

હળવદના સાપકડા ગામે શિવ મંદિર બાજુમાં તળાવની પાળ પાસે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો કર્યો હતો જેમાં જુગાર રમતા ભાસ્કર અરવિંદભાઈ નિમ્બાર્ક અને ગલાભાઈ મંગાભાઈ ચૌહાણ એમ બેને ઝડપી લઈને રોકડ રકમ રૂ. ૩૫૪૦ જપ્ત કરી છે તો રેડ દરમ્યાન આરોપી કિલો સુરેશ નાડીયા અને પ્રહલાદ મુકેશ નાડીયા રહે બંને સાપકડા વાળા નાસી જતા તેની સામે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

જ્યારે અન્ય બનાવમાં હળવદ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમ્યાન પંચમુખી ઢોરે મહાદેવ મંદિર પાસે જાહેરમાં વરલી ફિચરનો જુગાર રમતા નીતેશ મનસુખભાઈ કોળી (ઉ.વ.૨૧) રહે હળવદ ભવાનીનગર ઢોરો વાળાને ઝડપી લઈને રોકડ સહીત રૂ. ૨૩૨ નો મુદામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!