Friday, January 3, 2025
HomeGujaratહળવદના રણમલપુર ગામેથી જુગારનો અખાડો ઝડપાયો: 1.12 લાખના મુદ્દામાલ સાથે છ જુગારીઓ...

હળવદના રણમલપુર ગામેથી જુગારનો અખાડો ઝડપાયો: 1.12 લાખના મુદ્દામાલ સાથે છ જુગારીઓ પકડાયા

હળવદ તાલુકાના રણમલપુર ગામે જુગારનો અખાડો જામ્યો હોવાની પોલીસને જાણ થતાં પોલીસે રેઇડ પાડી હતી આ દરમિયાન જુગાર રમતા છ શખ્સો રંગેહાથ ઝડપાયા હતા.

- Advertisement -
- Advertisement -

જુગારધામની જાણવા મળતી વિગત અનુસાર રણમલપુર ગામે રહેતો સુરેશભાઇ જગદીશભાઇ પારેજીયા બહારથી માણસો બોલાવી નાલ ઉઘરાવી વાડીએ જુગારની ગેરકાયદે પ્રવુતિ કરતા હોવાની બાતમી મળતા પોલીસ દોડી ગઈ હતી. જ્યાં રેઇડ દરમિયાન હસમુખભાઇ હરખાભાઈ જાલોરીયા (ઉ.વ.પર રહે.જશમતપુર તા.ધાંગધ્રા જી.સુરેન્દ્રનગર), દીલીપભાઇ કરશનભાઇ વામજા (ઉં.વ.૩૩ રહે.રણમલપુર તા.હળવદ જી.મોરબી), હસમુખભાઇ અંબાલાલ શાહ (ઉં.વ.૫૦ રહે ધ્રાંગધ્રા), જગદીશભાઇ કેશવજીભાઇ દલસાણીયા (ઉ.વ.૩૮ રહે.ઇસદ્રા વાવડી તા.ધ્રાંગધ્રા જી.સુરેન્દ્રનગર), હરેશભાઇ દલીચંદભાઇ લોરીયા (ઉ.વ .૩૭ રહે.હળવદ SBI બેંકની પાછળ તા.હળવદ) સહિતના જુગાર રમતા ઝડપાયા હતા. પોલીસે રોકડા રૂપીયા ૧,૧૨,૦૦૦ ના મુદામાલ સાથે તમામ આરોપીઓને ઝડપી લઈ કાયદેશરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!