Friday, March 29, 2024
HomeGujaratટંકારામાં બે અલગ અલગ સ્થળે જુગાર રમતા બાર ઝડપાયા

ટંકારામાં બે અલગ અલગ સ્થળે જુગાર રમતા બાર ઝડપાયા

ટંકારા તાલુકામાં અલગ અલગ સ્થળેથી જુગાર રમતા બાર પત્તાપ્રેમીઓ ઝડપાયા પોલીસે રોકડ રકમ ૫૫૫૦૦ ના મુદામાલ કબ્જે કર્યો

- Advertisement -
- Advertisement -
- Advertisement -

ટંકારા તાલુકાના ઓટાળા ગામમાં જાહેરમાં જુગાર રમતા નવ ઝડપાયા

મળતી માહિતી અનુસાર ટંકારા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ઓટાળા ગામે કોળીવાસમાં જુગારની બાતમી મળતા ટીમે દરોડો કર્યો હતો જેમાં જુગાર રમતા અલ્પેશ ઉર્ફે કાનો મશરૂભાઇ ગોલતર, રાજુ રણછોડભાઈ પીપળીયા, નથુભાઈ ગંગારામભાઈ છીપરીયા, શ્રવણભાઈ મનસુખભાઈ આડેસરા, સાગરભાઈ મનસુખભાઈ ગોલતર, મનોજભાઈ વાલજીભાઈ છીપરીયા, શૈલેશભાઈ મનસુખભાઈ આડેસરા રહે ઓટાળા તા ટંકારા અને ભરત બાબુભાઈ વરાણીયા રહે મોરબી ત્રાજપર એમ નવ ઇસમોને ઝડપી લઈને રોકડ રકમ રૂ ૨૧.૫૦૦ ટંકારા પોલીસએ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

ટંકારા તાલુકાના જબલપુર ગામે જુગાર રમતા ત્રણ ઝડપાયા

મળતી માહિતી અનુસાર ટંકારા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન બાતમીના આધારે જુગાર રમતા લખમણભાઇ બેચરભાઈ પાણ, કમલેશભાઈ હંસરાજભાઇ સુરાણી, નરભેરામભાઈ માધવજીભાઈ પાડલીયાને રોકડ રકમ ૩૪૦૦૦ ના મુદામાલ સાથે ટંકારા પોલીસે ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!