Thursday, December 26, 2024
HomeGujaratમોરબીની સિરામિક કંપનીની ઓફિસમાંથી જુગાર ક્લબ ઝડપાઇ, સાત પકડાયા

મોરબીની સિરામિક કંપનીની ઓફિસમાંથી જુગાર ક્લબ ઝડપાઇ, સાત પકડાયા

અન્ય દરોડામાં મોરબી અને માળીયામાં જુગાર રમતા ૧૬ ઝડપાયા તેમજ ચકલા પોપટનો જુગાર રમતા બે પકડાયા

- Advertisement -
- Advertisement -

મોરબી : માળીયા પોલીસે ધરમનગર (નવાગામ) પાસે જાહેરમાં ખુલ્લી જગ્યામા સ્ટ્રીટલાઈટના અજવાળે જુગાર રમતા પાંચ ઇસમોને ઝડપી લીધા હતા. તેમજ મોરબી પંચાસર રોડ ઉપર ધર્મસિધ્ધી સોસાયટીના મકાનમાં ચાલતા જુગારધામ ઉપર એ ડિવિઝન પોલીસે રેડ કરી જુગાર રમતા ૬ આરોપીઓને ઝડપી લીધા હતા.

માળીયા મી પોલીસ સ્ટાફે પેટ્રોલીંગમાં દરમ્યાન માળીયાના ધરમનગર (નવાગામ) કોળીવાસ પાસે જાહેરમાં ખુલ્લી જગ્યામા સ્ટ્રીટલાઈટના અજવાળે અમુક માણસો ગોળ કુંડાળુ વાળી પૈસા પાના વડે પૈસાની હારજીતનો તીન પતીનો જુગાર રમતા નાનજીભાઇ કાનજીભાઇ ધામેચા, મહેશભાઇ લક્ષ્મણભાઇ ધામેચા, બળવંતભાઇ શામજીભાઇ ધામેચા, દીનેશભાઇ બાબુલાલભાઇ પરમાર, જયદીપભાઇ હરજીવનભાઇ કુબાવતને રોકડા રૂપીયા-૧૦,૧૦૦ નો મુદામાલ સાથે ઝડપી લીધા હતા.

જ્યારે મોરબી સીટી એ ડિવિઝન પોલીસને બાતમી મળેલ કે મોરબી પંચાસર રોડ ઉપર ધર્મસિધ્ધી સોસાયટીમાં રહેતા વિરેન્દ્રભાઇ છોટાલાલ બાવરવા રહે.મોરબી ધર્મસીધ્ધી સોસાયટી વાળા પોતાના રહેણાક મકાનમાં બહાર થી માણસો ભેગા કરી જુગારના સાધનો પુરા પાડી પોતાના અંગત ફાયદા સારૂ નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવતા હોય જેથી કૃષિકત આધારે રેઇડ કરતા વિરેન્દ્રભાઇ છોટાલાલ બાવરવા, દિપકભાઇ સવજીભાઇ વાઘડીયા, જયદીપભાઇ કેશવજીભાઇ અમૃતિયા, હર્ષદભાઇ દલપતભાઇ અઘારા, સમીરભાઇ નાગજીભાઇ કાવઠીયા, રાજેશભાઇ રમેશભાઇ વાઘડીયા રોકડ રૂ,૯૫૨૫૦ ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.

મોરબી પોલીસે મોરબી બાયપાસ ઉપર આવેલા લાયન્સનગરમાં શાળા નજીક જાહેરમાં ચકલા પોપટનો જુગાર રમતા કંચનબેન સુમીતભાઈ આડેસરા અને અલીભાઈ હાસમભાઈ કાસમાણીને રોકડા રૂપિયા ૫૨૫૦ સાથે ઝડપી લીધા હતા.

મોરબી એલસીબીએ ખાનગી હકિકત આધારે મહેન્દ્રનગર નજીક નિલકંઠ શોપીંગમાં નેરોવા સીરામીક એલ.એલ.પી.નામની ઓફિસમાં રેઇડ કરી જુગાર રમતા પરેશભાઇ બેચરભાઇ પટેલ, નિતેશભાઇ ઉર્ફે ભરતભાઇ રતીલાલ પટેલ, અનીલભાઇ રવજીભાઇ પટેલ, દિનેશભાઇ ઉર્ફે દિપક હરજીભાઇ પટેલ, દિલીપભાઇ બાબુભાઇ પટેલ, અશોકભાઇ ભાણજીભાઇ પટેલ, સુનિલ છગનભાઇ પટેલને રોકડા રૂ.૬,૮૮,૫૦૦ ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા..જ્યારે હરેશ ઉર્ફે કારો નરસીભાઇ પટેલ હાજર મળી આવેલ ન હોવાથી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરેલ છે.

મોરબીના લીલાપર ગામે તાલુકા પોલીસ ટીમે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા રાજેશભાઇ ઠાકરશીભાઇ આત્રેસા, રાજેશભાઇ વેરસીભાઇ આત્રેસા, સંજયભાઇ જગજીવનભાઇ પરેચા, ગોપાલભાઇ કાનાભાઇ વાધેલા અને ગૌતમભાઇ બાબુભાઇ સાગઠીયાને રોકડા રૂપિયા ૧૦,૭૨૦ સાથે ઝડપી લીધા હતા

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!