Friday, December 27, 2024
HomeGujaratમોરબીના રાજપર ગામ આવેલ વાડીની ઓરડીમાંથી જુગારધામ ઝડપાયું : 1.17 લાખના મુદામાલ...

મોરબીના રાજપર ગામ આવેલ વાડીની ઓરડીમાંથી જુગારધામ ઝડપાયું : 1.17 લાખના મુદામાલ સાથે પાંચ પકડાયા એક શખ્સ ભાગી ગયો

મોરબીના રાજપર ગામની સીમમાં આવેલ વાડીની ઓરડીમાં જામેલી જુગારની મહેફિલ પર ત્રાટકી પોલીસે જુગારીના રંગમાં ભંગ પડ્યો હતો. મોરબી એલસીબી પોલીસે પાંચ જુગારીઓને રોકડા રૂ .૧,૧૭,૫૦૦ ના મુદામાલ સાથે પકડી પાડી કાયદેશરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે એક શખ્સ ભાગી છૂટતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકાના રાજપર ગામની માલસરા તરીકે ઓળખાતી સીમમાં આવેલ આવેલ વાડીની ઓરડીમાં મનસુખભાઇ હરખાભાઇ પટેલ નામનો શખ્સ બહારથી માણસો બોલાવી જુગાર રમાંડતો હોવાની પોલીસને જાણ થતા પોલીસે રેઇડ કરી હતી આ દરમિયાન જુગાર રમતા મનસુખભાઇ હરખાભાઇ પટેલ, કિશોરભાઇ કલ્યાણજીભાઇ પટેલ, કાંતિભાઇ મગનભાઇ પટેલ,નાનજીભાઇ વિઠ્ઠલભાઇ પટેલ, સુરેશભાઇ ઉર્ફે બાબુભાઇ બચુભાઇપટેલ રહે . બધા મોરબી, સાહિતનાઓને જુગાર રમતા દબોચી લીધા હતાં આ દરમિયાન શાંતિલાલ ગોરધનભાઇ બાવરવા નામનો શખ્સ પોલીસને હાથ તાળી આપી નાશી છૂટવામાં સફળ રહ્યો હતો. પોલીસે પકડાયેલ જુગારીઓના કબજામાંથી રોકડ રૂ .૧,૧૭,૫૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી – છએ આરોપીઓ વિરૂધ્ધ જુગાર ધારા કલમ ૪-૫ હેઠળ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવ્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!