મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વાંકાનેર તાલુકાના રાતીદેવળી ગામની સીમમાં પાંચીયાની ધાર તરીકે ઓળખાતી સીમમાં વાડી પાસે ખરાબામાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા મહેબુબ આમદભાઈ શેરશીયા, ફિરોજ મહમદ શેરશીયા, નાથાભાઈ વાલજીભાઈ મદ્રેસાણીયા, રફીક આહમદ વકાલીયા એમ ચાર ઇસમોને રોકડા રૂ. ૯૨,૫૦૦/- તેમજ મોબાઇલ ફોન નંગ- ૬ કિં.રૂ.૧૨,૦૦૦/- મળીને કુલ રૂ. ૧,૦૪,૫૦૦ નાં મુદામાલ સાથે ઝડપી પાડ્યા હતા તો દરોડા દરમ્યાન આરોપી ભાવેશભાઈ લાલજીભાઈ ઉર્ફે મનસુખભાઈ કોરડીયા, ભુપતભાઈ વિભાભાઇ ભરવાડ અને કિશોરભાઈ હેમતભાઈ વોરા એમ ત્રણ ઈસમો નાસી છુટ્યા હતાં.
જ્યારે બીજા બનાવમાં વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય દરમ્યાન ભીમગુડા ગામની સીમમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે દરોડો પાડી સ્થળ પરથી તીનપતીનો રોન પોલીસનો જુગાર રમતા જગદીશભાઈ બચુભાઈ કલોલા, સવજીભાઈ તેજાભાઈ વીંજવાડીયાને રોકડા રૂ. ૨૨,૭૦૦/- સાથે ઝડપી પાડ્યા હતાં તો દરોડા દરમ્યાન આરોપીઓ અનીલભાઇ રણછોડભાઈ રાતોજા, પરબતભાઇ લક્ષ્મણભાઈ વીંજવાડીયા, મનસુખભાઈ કુકાભાઈ ચારલા, જીતો લાખાભાઇ વીરસોડીયા, લાલજીભાઈ વેલજીભાઈ બાવરવા તથા અજયભાઈ વાઘજીભાઈ વિઝવાડીયા એમ કુલ છ ઈસમો નાશી છુટ્યા હતાં. પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.