Saturday, April 20, 2024
HomeGujaratમોરબી : ભાગ્યલક્ષ્મી સોસાયટીમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો ભરેલ કાર સાથે એક પકડાયો

મોરબી : ભાગ્યલક્ષ્મી સોસાયટીમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો ભરેલ કાર સાથે એક પકડાયો

મોરબી બી ડીવીઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમ્યાન ગઈકાલે બાતમીના આધારે દરોડો પાડી મોરબીની ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં સરકારી સ્કુલ પાસે રહેતા સુરેશભાઈ ભુપતભાઈ રાઠોડને પોતાની સેન્ટ્રો કાર નં. જીજે-૦૧-કેકયું-૨૨૭૧ માં છુપાવીને રાખેલ ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂની અલગ અલગ બ્રાન્ડની વ્હીસ્કીની બોટલો નંગ-૪૫ કિં.રૂ.૧૩,૫૦૦/- સાથે ઝડપી પાડ્યો હતો. આરોપીએ આ દારુ નરેન્દ્રસિંહ જાડેજા (રહે-ધાણીસર ગાંધીધામ) વાળા પાસેથી લીધેલ હોવાનું ખુલતા પોલીસે આરોપી સુરેશભાઈ રાઠોડની અટકાયત કરી દારૂની બોટલો તથા સેન્ટ્રો કાર મળી કુલ કિં.રૂ.૧,૬૩,૫૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી બંને આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!