Thursday, January 9, 2025
HomeGujaratસુરેન્દ્રનગરનાં પાટડી પાસે સર્જાયો ગમખ્વાર અકસ્માત : મોરબીના ક્ષત્રિય પરિવારના ચાર લોકોનાં...

સુરેન્દ્રનગરનાં પાટડી પાસે સર્જાયો ગમખ્વાર અકસ્માત : મોરબીના ક્ષત્રિય પરિવારના ચાર લોકોનાં મોત

સુરેન્દ્રનગરના દસાડા-જૈનાબાદ વચ્ચે હૃદય કંપાવી નાખે તેવી અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં દસાડા-જૈનાબાદ હાઇવે પર જતી સ્વિફ્ટ કારને પુરપાટ ઝડપે આવતી ટૂકે ટક્કર મારતા મોરબી જિલ્લાના વતની ક્ષત્રિય પરિવાર ના ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી મુજબ, મોરબી પાસેના વિરપરડા ગામના ક્ષત્રીય પરિવાર ના લોકો સ્વિફ્ટ ગાડી લઈને કોઈ સગા સબંધી ની લૌકિક ક્રિયામા દેત્રોજ તરફ જઈ રહ્યો હતો. તે વેળાએ જૈનાબાદ અને દસાડા વચ્ચે વણાંક પાસે આવતી રાજસ્થાન પાસિંગની ટ્રકે કારને ધડાકાભેર ટક્કર મારતા કારનું પડિકુ વળી ગયું હતું. જેના કારણે કાર નજીકના ખેતરમાં જઇને ખાબકી હતી. જેના કારણે કારમાં સવાર ચાર લોકો ઇન્દ્રજીતસિંહ જટુભા ઝાલા (ઉંમર વર્ષ ૨૨ રહે મોડપર તાલુકો જીલ્લો મોરબી),મુક્તરાજ કલુભા ઝાલા (ઉંમર વર્ષ ૩૪ રહે મોડપર તાલુકો જીલ્લો મોરબી),સિધ્ધરાજસિંહ પાંચુભા જાડેજા (ઉંમર વર્ષ ૩૩ રહે વીરપરડા તાલુકો જીલ્લો મોરબી),વિજયભાઈ મોમજીભાઈ મુછડીયા(ઉંમર વર્ષ ૨૫ રહે ઇન્દિરા નગર મહેન્દ્રનગર મોરબી)કારમાં જ દબાઇ જતાં તેઓનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.ઘટના ને પગલે લોકોનું ટોળું સ્થળ પર એકત્ર થયું હતું અને પોલીસ તેમજ ૧૦૮ ને બનાવ અંગે જાણ કરી હતી. ત્યારે બનાવની જાણ થતા જ દસાડા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. અને તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે પાટડીની સરકારી હોસ્પિટલમાં ખસેડી સારવારની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!