Saturday, October 5, 2024
HomeGujaratમાળીયાના હરિપર નજીકથી હાઇવે પરના સીસીટીવીની બેટરી, ઇન્વેટર ચોરતી ગેંગ 4.38 લાખના...

માળીયાના હરિપર નજીકથી હાઇવે પરના સીસીટીવીની બેટરી, ઇન્વેટર ચોરતી ગેંગ 4.38 લાખના મુદામાલ સાથે ઝડપાઇ

નેશનલ હાઇવે પરના સીસીટીવી કેમેરાની બેટરીઓ તથા ઇન્વેટરોની ચોરી કરતી ગેંગને પકડી પાડવામાં માળીયા પોલીસને જબરી સફળતા મળી છે. પોલીસે વીસ બેટરી તથા દસ ઇન્વેટર સાથે બે આરોપીને ઝડપી લીધા છે.

- Advertisement -
- Advertisement -

માળિયા પોલીસે બાતમી આધારે હાઇવે રોડ પર આવેલ હરિપર ગામના પાટીયા પાસેથી શંકાસ્પદ હાલતમાં રહેલ કાર નંબર GJ – 03 – EC – 4722માં તપાસ કરતા કારમાંથી વીસ નંગ બેટરીઓ તથા દશ નંગ ઇન્વેટરનો કિંમતી જથ્થો ઝડપાયો હતો. પોલીસે કાર સવાર ઉપેન્દ્રભાઇ મુરજીભાઇ સુથાર (ઉ.વ .૩૪) રહે.શીકારપુર પટેલવાસ તા – ભચાઉ તા – કચ્છ તથા ઉમરદીનભાઇ અવેશભાઇ જીએજા (ઉ.વ -૩૨) રહે.શીકારપુર રબારીવાસ તા.ભચાઉ જી.કચ્છવાળા બન્ને આરોપીઓની આગવીઢબે પુછપરછ કરતા બન્ને ઇસમોએ નેશનલ હાઇવે રોડ પર રહેલ સી.સી.ટી.વી કેમેરામાં લાગેલ બેટરીઓ તથા ઇન્વેટરોની રાત્રીના સમયે અલગ અલગ જગ્યાએથી ચોરી કરી હોવાની કબુલાત આપી હતી. જેને પગલે પોલીસે સુરજબારી હાઇવે ટોલટેકસના મેનેજરને બોલાવી પુછતાછ કરતા નેશનલ હાઇવે પર અલગ અલગ જગ્યાએ સી.સી.ટી.વી કેમેરાની બેટરીઓ તથા ઇન્વેટરોની ચોરીઓ થયાનું માલુમ થયું હતું. જેથી પોલીસે એસ્ટમેન કંપનીની બેટરી નંગ -૧૮,કિ.રૂ .૨,૧૬,૦૦૦ તથા 180AH ની બેટરી નંગ -૦૨ કિ.રૂ .૩૨૦૦૦ તેમજ ઇન્વેટર નંગ -૧૦ કિ.રૂ .૪૦૦૦૦ અને હુન્ડાઇ કાર રજી નંબર GJ – 03 – Ec -4722 કિ.રૂ.૧,૫૦,૦૦૦ સહિત કિ.રૂ ૪,૩૮,૦૦૦ ના મુદામાલ સાથે બને આરોપીઓને ઝડપી લઈ કાયદેશરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ કમગીરીમાં પીએસઆઈ એન.એચ.ચુડાસમા, હેડ કોન્સ્ટેબલ ક્રિપાલસિહ ચાવડા, વિશ્વરાજસિહ ઝાલા, કોન્સ્ટેબલ સંજયભાઇ રાઠોડ તથા જયપાલભાઇ લાવડીયા અને મહેન્દ્રસિંહ ચુડાસમા સહિતના જોડાયા હતાં.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!