એકાદ વર્ષથી મોરબી તાલુકામાં આવેલ સીરામીકના કારખાનમાંથી ઇલેક્ટ્રિક એસી ડ્રાંઇવની ચોરી કરતી ગેંગના પાંચ શખ્સોને મોરબી તાલુકા પોલીસે ૭૮ નંગ ચોરાઉ ડ્રાઇવ સાથે દબોચી લીધા છે. છ લાખના મુદામાલ સાથે ઝડપાયેલા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધી પોલીસે વધુ તપાસનો ધમધમાટ આદર્યો છે.
મોરબીના લગધીરપુર રોડ ઉપર આવેલ સીરામીકના કારખાનામાથી ચોરી થયેલ ઇલેકટ્રીક એ.સી. ડ્રાઇવનો મુદામાલ સાથે બે શખ્સો હિરો હોન્ડા બાઈક – જી – જે – ૧૩-૪-૧૩૮૧ સાથે લઇ લગધીરપુર રોડ ઉપર આવેલ કેનાલ પાસે સામાન વેચવાની ફિરાકમાં છે. જે બાતમીને આધારે પોલીસે દોડી જઇ વોચ ગોઠવી હતી. આ દરમિયાન લગધીર કેનાલ પાસે ત્રણ શખ્સો ઉભા હતા. બે શખ્સો એક બાચકામાં સીરામીકના કારખાનામાં વપરાતી ઇલેકટ્રીક એ.સી.ની ડ્રાંઇવ વેંચતા હોય જેથી પોલીસે પાચેય ઇસમોને કોર્ડન કરી બાઈકમાં આવેલ બન્ને ઇસમોની આકરી પૂછપરછ કરતા બન્ને ઇસમોએ હિમસન કોલ્કની બાજુમા મોરબી,સીરામીકમાંથી ચોરી કરી મેળવેલ ઇલેકટ્રીક એ.સી ડ્રાઇવ નંગ -૨૫ તેમજ પકડાયેલ ઇસમોની પુછપરછ દરમ્યાન તેઓએ અન્ય કારખાનામાથી ચોરી કરી સંતાડી શખેલ ૭૮ ઇલેકટ્રીક એ.સી.ડ્રાઇવ સહિત કુલ ઇલેકટ્રીક એ.સી ડ્રાઇવ નંગ -૧૦૩ કુલ કિ રૂ .૫,૯૫,૦૦૦ તથા હિરો હોન્ડા કંપનીનું સ્પેલન્ડર મોટરસાઈકલ જીજે – ૧૩ – જે -૧૩૮૧ કિ.રૂ .૧૦,૦૦૦ / – મળી ફૂલ રૂપિયા ૬,૦૫,૦૦૦ના મુદ્દામાલ સાથે આરોપી જોગુભાઇ અકરમભાઇ, રાકેશભાઇ જાનુભાઇ ખોખર, ઇમરાનભાઇ ગુલામભાઇ ખોલેરા, જાવીદભાઇ ગનીભાઇ ઘોણીયા, મહમદઅલી ગુલામહુશેન કચ્છીને ઝડપી લીધા હતા.
આ કામગીરી દરમિયાન એ.એસ.આઇ જે.પી.કણસાગરા, હેડ કોન્સ્ટેબલ એન.જે.નિમાવત, સુરેશભાઇ લક્ષ્મણભાઇ હુંબલ, હરેશભાઇ ઇન્દુલાલ આગલ, યોગીરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા, કોન્સ્ટેબલ જયદીપભાઇ હર્ષદભાઇ પટેલ, પંકજભા પ્રવિણભા ગુઢડા, રવિરાજસિંહ દાજીરાજસિંહ ઝાલા, દિવ્યરાજસિહ મહેન્દ્રસિંહ જાડેજા, શૈલેષભાઇ બાબુભાઇ પટેલ, વિજયભાઇ છગનભાઇ ચૌહાણ સહિતના ફરજ પર હાજર રહ્યા હતા.