Friday, September 20, 2024
HomeNewsMaliya Miyanaમાળીયા મી. મોટા દહીંસરા ગામે ડમ્પર ચાલકે બાઈકને હડફેટે લેતા એકનું મોત

માળીયા મી. મોટા દહીંસરા ગામે ડમ્પર ચાલકે બાઈકને હડફેટે લેતા એકનું મોત

માળિયા તાલુકાના મોટા દહીસરા ગામ નજીક ડમ્પર ચાલકે બે મિત્રોને હડફેટે લઇ ઈજા પહોચાડી એક નું મૃત્યુ નીપજ્યું હતું. માળિયા તાલુકાના લવણપુર રેલ્વે સ્ટેશન નજીક રહતા એકમભાઈ હિમસંગભાઈ ખરાડએ માળિયા તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી એકમભાઈના ભાઈ કનુભાઈ તથા તેના મિત્ર ખીમાભાઈ બામ્ભ્વા ગત તા.૧૮ ના રોજ ભેસદળ થી લવણપુર આવતા હોય દરમિયાન મોટા દહીંસરા ગામ નજીક મેલડી માતાજીના મંદિર પાસે મોટર સાઈકલ સાઈડમાં રાખી માવો ખાવા ઉભા હતા ત્યારે પુર ઝડપે આવતા ડમ્પર જીજે ૧૨ એફ ૨૨૭૭ના ચાલકે હડફેટે લેતા બંનેને ઈજા પહોચી હતી અને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા તો ગંભીર રીતે ઘવાયેલ કનુભાઈને પ્રથમ મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે માળીયા પોલીસે  ફરિયાદની તપાસ હાથધરી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!