બનાવની માળિયા (મી.) પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર ધર્માજી ચાંદાજી પરમાર (રહે-સરવડ તા.માળિયા) વાળાએ ફરિયાદ નોંધાવી છે કે માળિયાના હરીપર ગામની સર્વે નંબર-નીલ વાળી ૧૦ એકર જમીન સરકારને મીઠાના ઉત્પાદન હેતુ માટે ભાડા પેટે આરોપી જાનમામદ અલીયાસભાઈ સંધવાણી (રહે-માળિયા મિયાણા જી. મોરબી) વાળાએ માંગણી કરેલ હતી જે મંજુર થયેલ ન હોવા છતાં સરકારની હરીપર ગામની સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે કબજો કરી મીઠું ઉત્પાદન કરી આર્થિક ફાયદો મેળવી સરકારી જમીન પચાવી પાડી હોવાની ફરિયાદનાં આધારે માળિયા પોલીસે ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) વટહુકમ ૨૦૨૦ની કલમ મુજબ ગુન્હો નોંધી આગળની વધુ તપાસ ડીવાયએસપી રાધિકા ભારાઈ ચલાવી રહ્યા છે.