માળીયા (મી.) : મોરબી એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડ દ્વારા માળીયા મિયાણા પોલીસ સ્ટેશનના નોકર ચોરીના ગુન્હામાં છેલ્લા દોઢેક વર્ષથી નાસતા ફરતા આરોપીને રાજસ્થાન રાજયના બાડમેર જિલ્લાના પંચપદરા ખાતેથી પકડી પાડવામાં આવ્યો છે.
મોરબી એલ.સી.બી. સ્ટાફ અને પેરોલ ફર્લો સ્કવોડનાં સ્ટાફની ટીમને રાજસ્થાન રાજયમાં પ્રોહીબીશનના ગુન્હાની તપાસમાં તથા નાસતા-ફરતા આરોપીઓની તપાસમાં મોકલેલ હતા. તે દરમ્યાન પેરોલ ફર્લો સ્કવોડને મળેલ હકિકત આધારે માળીયા મિયાણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ નોકર ચોરીના ગુન્હામાં નાસતા-ફરતા આરોપી રતનલાલ ગોમારામ ચૌધરી (ઉ.વ. 25, રહે. લખવારા, મોટાણી બેનીવાલો કી ઢાણીયા, જાટો કી બસ્તી, તા.ચૌહટન, જી.બાડમેર, રાજસ્થાન)ને પંચપદરા બાયપાસ, રીધી સીધ્ધી હોટલ પાસેથી પકડી પાડવામાં આવ્યો છે.હાલમાં એલ.સી.બી.એ આરોપીને આગળની કાર્યવાહી અર્થે માળીયા મિયાણા પોલીસ સ્ટેશનને સોંપેલ છે.
આમ, છેલ્લા દોઢેક વર્ષથી નોકર ચોરીના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડવામાં સફળતા મળેલ છે. ઉલ્લેખનીય છે કે પોલીસને ઇ-ગુજકોપ પોકેટકોપ દ્વારા આરોપીનો ગુન્હાહિત ઇતીહાસ જાણવા મળેલ છે. જે મુજબ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન મુજબના ગુન્હામાં અગાઉ પકડાયેલ છે.