પ્રાપ્ત વિગતો અનુસાર માળીયા (મી.) તાલુકાનાં વિદરકા ગામે રહી ખેતી કામ કરતા વિક્રમભાઈ જયંતીભાઈ શંખેશરીયા (ઉં.વ.૨૧) એ આરોપીઓ રમેશભાઈ રતુભાઈ થરેશા, નિલેશભાઈ રતુભાઈ થરેશા, ભરતભાઈ અવચરભાઈ થરેશા, હીરાભાઈ રતુભાઈ થરેશા એમ કુલ ચાર શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ગઈકાલે તા. ૧૦નાં રોજ સાંજે સાડા છ વાગ્યાનાં અરસામાં ફરિયાદી વિક્રમભાઈ આરોપીનાં ઘરે પોતે ટ્રેકટર તથા હલ્લર ચલાવેલ હોય તેના લેણા નીકળતા રૂપિયાની ઉઘરાણી કરવા ગયા હોય તે બાબતનો ખાર રાખી ચારેય શખ્સોએ એક સંપ કરી ફરિયાદી તથા તેની સાથેના વ્યક્તિને જેમ ફાવે તેમ ગાળો આપી છુટા પથ્થર તથા ઈંટોનાં ઘા મારી તેમજ બાવળનાં બડીકા વડે આડેધડ માર મારી માથામાં તથા શરીરે મુંઢ ઈજા પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. માળીયા (મી.) પોલીસે બનાવની ફરિયાદનાં આધારે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.









